જામનગરમાં એનડીપીએસના ગુનાનો આરોપી સકંજામાં

  • November 07, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સીટી-એ ડીવીઝનના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને એસટી ડેપો પાસેથી એસઓજીની ટુકડીએ પકડી લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર જીલ્લાના એનડીપીએસ એકટના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમાર તથા પીએસઆઇ આર.એચ.બારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એસઓજીના રાજેશભાઇ મકવાણા, અનિરુઘ્ધસિંહ ઝાલા, હર્ષદકુમાર ડોરીયા, સંદીપભાઇ ચુડાસમાને હકીકત મળેલ કે, જામનગર જીલ્લાના સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બી-પાર્ટ એનડીપીએસ એકટના ગુનામાં નાસતા ફરતા આરોપી ઇરજાન ઉર્ફે ભુરો મામદ થૈયમ રહે. કુંભનાથપરા, ઇદ મસ્જીદ પાસે, કાલાવડ જી. જામનગરવાળો હાલ એસટી ડેપો પાસે ચાની હોટલે ઉભો હોય જેથી હકીકતવાળી જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવતા તેને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application