દહેજ સંબંધિત મૃત્યુના કિસ્સાઓ શરમનો વિષય તેમજ માનવ અધિકારો અને ગૌરવનું ગંભીર ઉલ્લંઘન: સુપ્રીમ કોર્ટે આરોપીને હાઇકોર્ટે આપેલા જામીન રદ કર્યા
દહેજની માંગણીના સંબંધમાં એક મહિલાના મૃત્યુ સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપી વ્યકિતને હાઇકોર્ટે આપેલા જામીન રદ કર્યા છે. જામીન રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે દહેજ સંબંધિત કેસોમાં મહિલાઓના મૃત્યુ સાથે સંકળાયેલી ઘટનાઓને સમાજ પર મોટો કલકં ગણાવી હતી.
આ મામલાની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે અવલોકન કયુ કે કાનૂની પ્રતિબંધો હોવા છતાં, આ પ્રથાને કારણે હજારો મહિલાઓ અકાળે મૃત્યુ પામે છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બનેલી બેન્ચે જામીન રદ કરતી વખતે જણાવ્યું હતું કે આરોપીને જામીન પર મુકત કરવાનો પટણા હાઈકોર્ટનો આદેશ સંપૂર્ણપણે યોગ્ય ન હતો.
બેન્ચે ટિપ્પણી કરી હતી કે દહેજ સંબંધિત મૃત્યુ જેવા અત્યતં ગંભીર ગુનાઓમાં, હાઈકોર્ટે તેના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતી વખતે અત્યતં સાવધાની રાખવી જોઈતી હતી. બેન્ચે વધુમાં ઉમેયુ હતું કે દહેજ સંબંધિત મૃત્યુના કિસ્સાઓ ઐંડા શરમનો વિષય છે અને એક મોટી સામાજિક અનિષ્ટ્ર બાબત છે, જે માનવ અધિકારો અને ગૌરવનું ગંભીર ઉલ્લંઘન દર્શાવે છે.
કાનૂની પ્રતિબંધો હોવા છતાં, આ પ્રથાને કારણે હજારો મહિલાઓ અકાળે મૃત્યુ પામે છે. ઘણીવાર, વરરાજાના પરિવાર દ્રારા કરવામાં આવતી પૈસા અથવા કિંમતી વસ્તુઓની લાલચને કારણે તેમની હત્યા કરવામાં આવે છે અથવા આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવે છે. દહેજ સંબંધિત મૃત્યુ સમાજ પર એક ઐંડો કલકં છે.
આરોપી વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે આ કેસ આત્મહત્યાનો હતો. વકીલના મતે, મૃતકની માનસિક સ્થિતિ સારી નહોતી અને તેણે કથિત રીતે ઇમારતના છઠ્ઠા માળેથી કૂદીને પોતાનું જીવન સમા કયુ હતું. સુપ્રીમ કોર્ટે એ હકીકતની નોંધ લીધી કે પીડિતાના લ દોઢ વર્ષ પહેલાં જ આરોપી સાથે થયા હતા.
૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ મહિલા તેના લસ્થળ પર શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીરમાં આંતરિક અને બાહ્ય ઇજાઓના નિશાન હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં થયેલી ઇજાને કારણે રકતક્રાવ અને આઘાતને મૃત્યુનું કારણ ગણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application