કલ્યાણપુરના હાંબરડી ગામમાં નાના ભાઇની ગળે ટુપો દઇને હત્યા કરવાના બનાવમાં આરોપી મોટાભાઇની અટકાયત કરવામાં આવી છે. મરણજનાર અવાર નવાર હેરાના કરતો હોય જેથી ભાઇ ભાભીએ મળીને ઢીમ ઢાળી દીધાનુ તપાસમાં ખુલ્યુ છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા એસપી નિતેશ પાંડેયએ ઉપરોકત ગુનાની નોંધ લઇ વણશોધાયેલ ગુનાને ડીટેકટ કરી આરોપીઓને શોકી કાઢીવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલસીબીના પીઆઇ કે.કે. ગોહીલના માર્ગદર્શન મુજબ પીઆઇ એ.એલ. બરબસીયા, પીએસઆઇ બી.એમ. દેવમુરારીએ એલસીબીની અલગ અલગ ટીમ બનાવી ગુનાવાળી ઝયાની વિઝીટ કરી બનાવને લગત તમામ પાસાની જીણવટભરી ચકાસણી કરી આોરપીની શોધખોળમાં હતા.
દરમ્યાન હેડ કોન્સ દિનેશભાઇ માડમ, અસરીભાઇ ભારવાડી, ખીમભાઇ કરમુરને બાતમી હકીકત મળેલ કે મરણજનાર વિરાભાઇ દેવશીભાઇ કરમુરના ખુનાના ગુનામા તેના મોટાભાઇ અરજણ દેવશી કરમુર તથા જશીબેન અરજણ કરમુર બંનેની સંડોવણી છે અને અરજણ તથા પેના પત્ની જશીબેન બેસણામા નહી જઇ ખંભાળીયા તરફ જતા રહેલ છે તે હકીકત આધારે હયુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ કરતા ઇસમ તથા તેની પત્ની હીલચાલ શંકાસ્પદ જણાતા ઇસમને ખંભાળીયા ખાતેથી શોધી કાઢી પુછપરછ અર્થે એલસીબી કચેરી ખાતે લાવી ઉંડાણપુર્વકની પુછપરછ કરતા ઇસમે જણાવેલ કે બે વર્ષથી તેો નાનોભાઇ વિરાભાઇ અવાર નવાર ઝઘડા હતા હોય જેમા તેનો ભાઇ મકાને આવી તેને તથા તેના પત્ની તથા તેની દીકરીને મનફાવે તેમ અપશબ્દો કહેતો હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
છેલ્લા ચાર દિવસથી રોજ ઝઘડો કરવા માટે વાડીએ આવતો હોય અને બદનામ કરતો હતો જેથી અરજણ કરમુર તથા તેના પત્ની જશીબેન બંનેએ તેને મારી જ નાખવો છે તેમ નકકી કરી ગત તા. ૭ના રાત્રીના પોતાના રહેણાંક મકાનેથી ચાલીને તેના નાનાભાઇ વિરાભાઇની વાડીએ ગયા હતા અને ત્યારં વિરાભાઇ મકાનની પાછળ ખાટલા પર સુતા હતા ત્યારે બંનેએ મળીને ખાટલા પર તેનુ ગળુ દબાવી મોત નિપજાવ્યુ હતું જેથી ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશન સોપી આપ્યો હતો.