મૂળ જામકંડોરણા પંથકની વતની અને રાજકોટમાં છાત્રાલયમાં રહેતી એકાઉન્ટન્ટ યુવતીને વોટસએપ પર મેસેજ કરી વગર રોકાણે ટાસ્ક પુરા કરી ઉંચા વળતરની લાલચ આપી તેની સાથે .૮.૮૧ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ જામકંડોરણાના મેધાવડ ગામના વતની અને હાલ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે લેવા પટેલ કન્યા છાત્રાલયમાં રહેતી અને શાક્રીનગર અજમેરા પાસે ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરનાર કૃપાલી ભગવાનજીભાઈ ભાલારા (ઉ.વ ૨૬) નામની યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૩૪૨૦૨૪ના તેના ફોનમાં અજાણ્યા નંબર પરથી વોટસએપમાં મેસેજ આવ્યો હતો અને કહ્યું હતું કે, હત્પં રોશની કિનેશો ઇન્ડિયા પ્રા.લી કંપનીના પ્રોજેકટ મેનેજર છું અને તમા ફ્રીલાન્સમાં સિલેકશન થયું છે તમારે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું નથી તમારે હત્પં કહત્પં તેમ કરવાનું છે તેમ કહી ગુગલ રિવ્યુના બે ટાસ્ક આપ્યા હતા જે પુરા કરતા યુવતીને રૂપિયા ૩૦૦ ગુગલ પે માં પરત આપ્યા હતા. ત્યારબાદ વોટસએપ નંબર પર એક ટેલિગ્રામની લીંક મોકલી હતી જે ઓપન કરતા યુવતી નીયા ગુા નામના એપ્લિકેશનમાં એડ થઈ હતી અને તેમાં ટાસ્ક આપ્યા હતા જે માટે રૂપિયા ૨૦૦૦ ભરવા પડશે તેમ કહ્યું હતું. યુવતી આ રકમ ભરતા તેને રૂપિયા ૨૮૦૦ પરત મળ્યા હતા. બાદમાં રૂપિયા ૯,૦૦૦ ભરવાનું કહ્યું હતું ત્યારબાદ ફરી રૂપિયા ૯,૦૦૦ અને ત્યારબાદ ૩૨૦૦૦ બાદમાં રૂપિયા ૫૦,૦૦૦ ભરવાનું કહ્યું હતું જેથી યુવતી આ રકમ ટ્રાન્સફર કરી હતી.
તારીખ ૬ ૪ ના યુવતીને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો કે આ રકમ પરત લેવા માટે હવે તમારે ૨.૩૦ લાખ ભરવા પડશે જેથી યુવતી આ રકમ પણ ભરી હતી. બાદમાં કહ્યું હતું કે તમારા બધા રૂપિયા ઉપાડી શકશો અને રૂપિયા ૫,૦૦૦ ની રિકવેસ્ટ નાખવા કહ્યું હતું જેથી યુવતીએ રિકવેસ્ટ નાખતા એકાઉન્ટ ફ્રિઝ થઈ ગયું છે તે અનફ્રીજ કરાવવા પિયા ૨.૮૦ લાખ ભરવા પડશે તેમ કહ્યું હતું. બાદમાં યુવતી આ રકમ પણ ટ્રાન્સફર કરી હતી ત્યારબાદ મેસેજમાં કહ્યું હતું કે, તમારી લિંક એકસપાયર થઈ ગઈ છે તમારે ફરી ૨.૮૦ લાખ ભરવા પડશે જેથી યુવતીએ ફરી વિકાસ લાડાણીના બેંક એકાઉન્ટમાં ૨.૮૦ લાખ ભર્યા હતા છતાં રૂપિયાની માંગણી કરતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન માં અરજી કર્યા બાદ આ ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેણે જણાવ્યું હતું કે, અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ બાદ વગર રોકાણે ટાસ્ક પુરા કરી ઉચા વળતરની લાલચ આપી રૂા.૮.૮૮ લાખની રકમ ટ્રાન્સફર કરાવી લઈ પરત ન આપી છેતરપિંડી કર્યા અંગેની આ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech