દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા શબીરભાઈ જુસબભાઈ પટેલિયા નામના માછીમાર યુવાન તેમના પત્ની રહેમતબેનને સાથે લઈને તેમના જીજે 25 એબી 5996 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ નજીક પહોંચતા હાઈવે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક મોટરસાયકલના ચાલક જયંતીભાઈ ઘેલાભાઈ ચાનપા (રહે. વરવાળા)એ ફરિયાદી શબીરભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેઓને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસે શબીરભાઈ પટેલીયાની ફરિયાદ પરથી વરવાળા ગામના જયંતીભાઈ ચાનપા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
ભાટિયામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પીઠા પાલા મકવાણા, અશોક જેઠા મકવાણા, દેવશી કારા મકવાણા, દેવશી દેશા પારીયા, જેઠા પાલા મકવાણા અને માલુ મેઘા માતંગને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,470 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારો પાસેથી માત્ર એકરારનામું લેવા ચૂંટણી આયોગનો આદેશ
June 07, 2025 10:54 AMખાંભા ગીર પંથકના ગામડાઓમાં વાતાવરણમાં પલટો, વરસાદનું આગમન
June 07, 2025 10:54 AMજસદણ : ડિમોલેશન રોકવામાં નહીં આવે તો ભાજપના ચાર સભ્યોના રાજીનામાની ચીમકી
June 07, 2025 10:53 AMઆરટીઆઈ હેઠળ ત્રીજા રાઉન્ડના અંતે હજુ ૬,૯૪૬ બેઠકો ખાલી
June 07, 2025 10:52 AMધારી પંથકમાં ભીમ અગિયારસનું શુકન સાચવતા મેઘરાજા
June 07, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech