એકને નાની મોટી ઇજા થતા સારવારમાં ખસેડાયો: માનસિક રીતે વ્યથિત યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાટિયામાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું, અને એક વ્યક્તિને નાની મોટી ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો. ઉપરાંત ભાણવડના રોજડા ગામના માનસિક રીતે વ્યથિત યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત કરી લીધાની જાણ પોલીસમાં કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ધવલભાઈ દેવશીભાઈ વાઢેર (ઉ.વ. 20) અને તેમનો ભાઈ દીપકભાઈ દેવશીભાઈ વાઢેર (ઉ.વ. 22) નામના બે યુવાનો દીપોત્સવીના દિવસોમાં ગત તારીખ 31 મી ના રોજ તેમના જી.જે. 37 સી. 6230 નંબરના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે ભાટિયામાં પોસ્ટ ઓફિસ રોડ પરથી પસાર થતી વખતે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 એએ 1853 નંબરના એક મોટરસાયકલના ચાલકે ધવલના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા ધવલનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના ભાઈ દિપકને પણ નાની-મોટી ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ અકસ્માત સર્જીને આરોપી મોટરસાયકલ ચાલક પોતાનું મોટરસાયકલ લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના મામા કરસનભાઈ પરબતભાઈ આંબલીયા (ઉ.વ. 42, રહે. ભાટીયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આરોપી મોટરસાયકલના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે મૃતક યુવાનના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.
તેમજ ભાણવડ તાલુકાના રોજડા ગામ ખાતે રહેતા સતિષભાઈ મેરામણભાઈ ખીસીરીયા નામના 27 વર્ષના યુવાનને આજથી આશરે એકાદ માસ પૂર્વે તાવ આવ્યો હતો અને આ તાવ મગજમાં ચડી જતા તે માનસિક રીતે આ સ્વસ્થ રહેતો હતો. આ પરિસ્થિતિમાં તેમણે પોતાના ઘરમાં પડેલી ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા મેરામણભાઈ કારાભાઈ ખીસીરીયાએ ભાણવડ પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech