રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક જીપ અને ટ્રક સામસામે અથડાતાં જીપમાં મુસાફરી કરી રહેલા ૯ લોકોના મોત થયા છે, યારે ૧૫ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાય છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, યાં તેમની સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને ઉદયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મજૂરોને લઈ જઈ રહેલી જીપ રોંગ સાઈડથી ગઈ હતી અને સામેથી આવતી ટ્રકને ટક્કર મારી હતી. આ તમામ લોકો પાલી જિલ્લામાં મજૂર તરીકે કામ કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
વાસ્તવમાં, સમગ્ર ઘટના પિંપવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કંટાલ પાસે બની હતી. અહીં એક ટ્રક અને જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થયા છે, યારે ૧૫ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને ઉદયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલોની સારવાર સિરોહી હોસ્પિટલમાં જ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાનના કરૌલીમાં બસ અને કાર ટકરાતા 5ના મોત
December 25, 2024 10:35 AMભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં આરએસએસની દખલગીરી વધે તેવી શક્યતા
December 25, 2024 10:34 AMઆઈઆઈટીમાં નોકરીઓનો વરસાદ આંતરરાષ્ટ્રીય ઓફરમાં થયો વધારો
December 25, 2024 10:33 AMખાલિસ્તાની આતંકીઓના મૃતદેહ લઈ જતાં પોલીસના વાહનને અકસ્માત
December 25, 2024 10:32 AMરાજકોટ માર્કેટ યાર્ડમાં નાતાલની રજા રદ કરાઇ હરાજી સહિતના કામ રાબેતા મુજબ ચાલુ રહ્યાં
December 25, 2024 10:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech