બિહારના કટિહારમાં હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત

  • January 10, 2023 04:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

બિહારના કટિહારમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત હાઈવે પર ટ્રક અને રિક્ષા ટકરાવાના કારણે થયો હતો. જેમાં એક જ પરિવારના આઠ લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે.


બિહારના કટિહારથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અકસ્માત એન.એચ. 81 પર કોધા પોલીસ સ્ટેશન વિસ્તારના દિઘારી ખાતે થયો હતો. જાણકારી અનુસાર ઓટો અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાથે જ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. હાલ મૃતકની ઓળખ મળી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હતા અને તેઓ ક્યાંક જવા માટે ટ્રેન પકડવા માટે જતા હતા ત્યારે ટ્રકે તેમની રિક્ષાને કચડી નાખી હતી. અકસ્માત બાદ વાહનવ્યવહાર સંપૂર્ણ પણે ઠપ થઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application