રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુનભાઈ ખાટરીયા, એનએસયુઆઈના પ્રદેશ અને રાજકોટ શહેર જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા –તાલુકા પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો, માર્કેટયાર્ડ, દૂધની ડેરી સહિતના સહકારી સંગઠનના આગેવાનો, કાર્યકરો, સરપંચો, ઉપસરપંચો અને કોંગ્રેસના સંગઠન માળખાના હોદ્દેદારો સહિત એકાદ હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો આવતીકાલે ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલયમાં કેસરિયો ખેસ ધારણ કરશે એવી જાહેરાત અર્જુનભાઈ ખાટરીયાએ અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કરી છે. 'આજકાલ' સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા અને અર્જુનભાઈ ખાટરીયાએ જણાવ્યું હતું કે કાલે બપોરે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.
કોંગ્રેસના કેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં ભળી રહ્યા છે તેની સંખ્યા બાબતે અલગ અલગ વાતો થઈ રહી છે. પરંતુ ઓછામાં ઓછા ૬૦૦ થી ૭૦૦ અને વધુમાં વધુ એકાદ હજાર આગેવાનો અને કાર્યકરો કાલે ભાજપનો ખેસ ધારણ કરશે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને આ મોટો ફટકો પડી રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા ૧૨ સભ્યો છે તેમાંથી ચાર સભ્યો પણ કાલે ભાજપમાં ભળી રહ્યા છે વધુ બે સભ્યોના સંપર્કની કાર્યવાહી ચાલુ છે અને બપોર સુધીમાં આ ઓપરેશન પાર પડે તો રાજકોટ જિલ્લા પંચાયતના ૫૦% જેટલા સભ્યો ભાજપમાં ભળી જશે એવું લાગે છે.
૧૨ બસ, ૨૦ મોટરમાં કોંગ્રેસીઓ પહોંચશે
ભાજપના આગેવાનોના જણાવ્યા મુજબ ૧૨ બસ બુક કરવામાં આવી છે અને ૨૦ જેટલી ખાનગી મોટરો પણ અત્યારથી બુક કરી દેવામાં આવી છે કાલે સવારે રાજકોટથી વાહનોના કાફલા ગાંધીનગર જવા નીકળશે.૧૨ બસ, ૨૦ મોટરમાં કોંગ્રેસીઓ પહોંચશે
ભાજપના આગેવાનોના જણાવ્યા મુજબ ૧૨ બસ બુક કરવામાં આવી છે અને ૨૦ જેટલી ખાનગી મોટરો પણ અત્યારથી બુક કરી દેવામાં આવી છે કાલે સવારે રાજકોટથી વાહનોના કાફલા ગાંધીનગર જવા નીકળશે.
પડધરી, કોટડાસાંગાણી, જસદણ અને લોધીકા તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો
આવતીકાલે ભાજપમાં કોંગ્રેસના જે આગેવાનો ભળવાના છે તેમાં કોટડા સાંગાણી, જસદણ, લોધીકા અને પડધરી તાલુકામાં મોટો ફટકો કોંગ્રેસને પડશે. પ્રા માહિતી અનુસાર કોટડાસાંગાણી માર્કેટ યાર્ડના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, વાઈસ ચેરમેન બાબુભાઈ સાવલિયા, માર્કેટિંગ યાર્ડના ડિરેકટર પરવેઝભાઈ બસીરભાઈ બાંગા, સતાપર સહકારી મંડળીના પ્રમુખ રઘુભાઈ ધ્રાંગા ઉપરાંત નાના માંડવા, મોટા માંડવા ગામના સહકારી મંડળીના અને અન્ય સહકારી સંસ્થાના આગેવાનો ભાજપમાં જોડાનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech