ખંભાળિયા પંથકની સગીરાનું અપહરણ

  • May 29, 2023 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લગ્નની લાલચ આપી : દરેડના શખ્સ સામે રાવ

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા એક પરિવારની ૧૭ વર્ષ ૧૧ માસની વયની સગીર પુત્રીને જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહેતો નવઘણ ભુરા સારોલીયા નામનો શખ્સ થોડા દિવસ પૂર્વે લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના માતા દ્વારા વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે નવઘણ ભુરા સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
**
દ્વારકામાં તરુણીને ધમકી આપી, છરીની અણીએ અડપલા
દ્વારકામાં પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા આશરે સવા ચૌદ વર્ષની એક તરુણી સાથે અભદ્ર વર્તન કરતા આ પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
દ્વારકામાં રહેતા એક મહિલા દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા પ્રકાશ નવઘણભાઈ રોશિયા નામના શખ્સ દ્વારા છેલ્લા આશરે સાતેક મહિનાથી અવારનવાર આ વિસ્તારમાં રહેતી એક પરિવારની ૧૪ વર્ષ ૪ માસની તરુણ પુત્રીનો પીછો કરી અને તેણીને પોતાના રૂમ પર બોલાવી, આ બાળાના ગળા ઉપર જીવલેણ છરી મૂકી અને તેણીને તથા તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી આ તરુણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે આરોપી પ્રકાશ નવઘણ રોશિયા સામે આઈ.પી.સી. કલમ ૩૫૪, ૫૦૬ (૨) તથા પોક્સો એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.એલ. બારસિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application