ઉત્તર પ્રદેશ ATSને આતંકવાદી સંગઠન સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. અલીગઢમાંથી ઈસ્લામિક સ્ટેટના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ ATSએ ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના એક આતંકવાદીની ધરપકડ કરી છે. તે ISISના શપથ લઈને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરતો હતો. આતંકવાદીની ઓળખ ફૈઝાન બખ્તિયાર તરીકે કરવામાં આવી છે, જેની સામે 3 નવેમ્બર 2023ના રોજ લખનૌ એટીએસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અગાઉ ATSએ અબ્દુલ્લા અરસલાન, માઝ બિન તારિક, બજીહુદ્દીન સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપીએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.
ફૈઝાન 24 વર્ષનો છે અને યુપી એટીએસ તેને શોધી રહી હતી. તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. બુધવારે (17 જાન્યુઆરી) અલીગઢથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ફૈઝાને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે પ્રયાગરાજના રહેવાસી રિઝવાન અશરફ પાસેથી ISISની પ્રતિજ્ઞા લઈને તેના અગાઉ ધરપકડ કરાયેલા સહયોગીઓ સાથે અલીગઢ ISISનું મોડ્યુલ તૈયાર કર્યું હતું. તેમાં અન્ય લોકોને પણ જોડતો હતો.
યુપીના અનેક જિલ્લાઓમાં ફેલાયેલું હતું નેટવર્ક
અલીગઢ ISIS મોડ્યુલનું નેટવર્ક ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ફેલાયેલું હતું. તમામ આતંકવાદીઓ દેશવિરોધી યોજના ઘડીને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. અલીગઢ મોડ્યુલ તોડી પાડવામાં આવ્યા બાદ ફૈઝાન છુપાઈને રહેતો હતો.
કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે
UP ATSએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ફૈઝાનને નિયમો અનુસાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૈઝાન અને તેના અગાઉ ધરપકડ કરાયેલા અન્ય સાથીદારોના સંબંધમાં ઉંડાણપૂર્વક તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફૈઝાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કમાં માસ્ટર એટલે કે MSWનો અભ્યાસ કરી રહ્યો હતો. ફૈઝાન પ્રયાગરાજના કારેલી નગરનો રહેવાસી છે. તે હાલમાં અલીગઢમાં અભ્યાસ કરી રહ્યો હતો. ATSએ તેના કબજામાંથી એક ફોન, આધાર કાર્ડ અને 6460 રૂપિયા જપ્ત કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech