BREAKING NEWS

UPSCની પરીક્ષામાં ડમી ઉમેદવારનું દુષણ ડામવા AIની મદદ લેવાશે, આ રીતે પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી મળશે

  • January 13, 2026 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરીક્ષામાં ડમી ઉમેદવારના દુષણને ડામવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન (એઆઇ)ની મદદ લેવાનો નિર્ણય યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવાયો છે અને આ સંદર્ભે એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.


યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા આ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ હવે યુપીએસસી દ્વારા લેવાતી એનડીએ અને સીડીએસ સહિતની દરેક પરીક્ષામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ઉમેદવારની ઓળખ કરવામાં આવશે અને તે પછી જ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારે જ્યારે અરજી કરી હોય ત્યારે તેના દ્વારા રજુ કરાયેલા ફોટા સાથે એઆઈ ઉમેદવારનો ચહેરો સરખાવશે. આ માટે ઉમેદવારોને પણ અરજી સાથે તાજેતરમાં પડાવેલા ફોટા જ જોડવા અને આવા ફોટા ઝાંખા ન હોય તે ખાસ ધ્યાન રાખવાનું જણાવ્યું છે.


એઆઈ સિસ્ટમની આ પ્રકારની કામગીરીના કારણે ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના એક કલાક અગાઉ હવે એક્ઝામિનેશન સેન્ટર પર પહોંચવાનું રહેશે. અગાઉ આ સમયગાળો અડધો કલાકનો હતો. પરંતુ વેરિફિકેશનમાં સમય પસાર થાય તે બાબતને ધ્યાનમાં રાખી એક કલાક અગાઉ પરીક્ષા કેન્દ્રમાં હાજર થવા જણાવાયું છે.


અગાઉ ઉમેદવારને તેમણે અરજી સાથે જોડેલા ફોટો આઈડીના આધારે એન્ટ્રી મળી જતી હતી. પરંતુ હવે ફોટો આઈડીની સાથો સાથ એઆઈ વેરિફિકેશન પણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application