એઆઈ વોર: એપલે ઓપનએઆઈ પર માહિતી ચોરી કરવાનો કેસ કર્યેા
એઆઈ વોર: એપલે ઓપનએઆઈ પર માહિતી ચોરી કરવાનો કેસ કર્યેા
July 11, 2026 02:32 PM
યુદ્ધ તો સમયા, હવે તો સ્પેસ વોર અને એઆઈ વોરનો જમાનો આવ્યો છે.એપલે ઓપનએઆઈ પર ટ્રેડ સિક્રેટસ ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. એપલે આરોપ લગાવ્યો છે કે ઓપનએઆઈ તેના હાર્ડવેર બનાવવા માટે એપલની ગુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ કેસ કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, એપલે આરોપ લગાવ્યો છે કે તેના ભૂતપૂર્વ કર્મચારીઓએ કંપનીની ગુ માહિતી ચોરી કરી હતી અને ઓપનએઆઈને ફાયદો પહોંચાડો હતો. આ સમાચારથી ટેક ઉધોગમાં ખળભળાટ મચી ગયો છે. એપલના રહસ્યો આપવામાં વરિ એકિઝકયુટિવનો હાથ હોવાની શંકા એપલે ઓપનએઆઈ તેમજ તેના બે ભૂતપૂર્વ કર્મચારીઓ સામે કેસ દાખલ કરી મુકદ્દમામાં ફસાવ્યા છે.આ કર્મચારીઓમાંથી એક ટેન ટેન છે, જે અહેવાલ મુજબ એપલના વરિ એકિઝકયુટિવ છે અને આઇફોન, એપલ વોચ અને આઇપોડની ડિઝાઇનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તે હવે ઓપનએઆઈમાં ચીફ હાર્ડવેર ઓફિસર છે.બીજા ચાંગ લિયુ છે, જે એપલમાં ઇલેકિટ્રકલ એન્જિનિયર હતા અને આ વર્ષે ઓપનએઆઈમાં જોડાયા હતા. એપલની તપાસમાં જાણવા મળ્યું છે કે બંને કર્મચારીઓએ ઓપનએઆઈમાં જોડાયા પછી એપલની ગુ ફાઇલોનો દુપયોગ કર્યેા હતો.એપલે મુકદ્દમામાં જણાવ્યું હતું કે એપલમાંથી રાજીનામું આપ્યા પછી, ચાંગ લિયુએ કંપનીના ઉપકરણોનો ઉપયોગ કરીને સંવેદનશીલ હાર્ડવેર ફાઇલો ડાઉનલોડ કરી હતી.વધુમાં, ટેન ટેન પર સંવેદનશીલ ઓપનએઆઈ ઇન્ટરવ્યુમાં હાજર રહેલા એપલ કર્મચારીઓને એપલના વાસ્તવિક ભાગો ચોરી કરવા અને તેમને તેમની સાથે લાવવા માટે સૂચના આપવાનો આરોપ છે