BREAKING NEWS

ધ્રાંગધ્રા પોલીસ મથકનો કોન્સ્ટેબલ 30,000 ની લાંચ લેતા એસીબીમાં સપડાયો

  • November 29, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ મથક માં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીના પુત્ર ને દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં મદદ કરવા અંગે 30,000 ની લાંચની માંગ કરતા રાજકોટ એસીબી સમક્ષ ફરિયાદ નોંધાવતા સુરેન્દ્રનગર એસીબી ટીમેં ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરી નજીક છટકુ ગોઠવી લાંચ લેતા કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી લીધો હતો.


એસીબી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા પંથકના એક આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો નો ગુનો ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકમાં નોંધાયો હતો આ ગુનામાં આરોપીને કેસ ચાલે ત્યાં સુધી મદદ કરવાની લાલચ આપી ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા માંગીલાલ કાળુભાઇ પઢીયાર, પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-૩, ધ્રાંગંધ્રા વાળાએ રૂપિયા 30,000 ની લાંચની માંગ કરી હતી. જે અંગે આરોપીના પિતાએ એસીબીમાં ફરિયાદ કરતા રાજકોટ એસીબી મદદનીશ નિયામક ડીવાયએસપી કે એચ ગોહિલની સૂચનાથી સુરેન્દ્રનગર એસીબી પીઆઇ એમ એમ લાલીવાલા સહિતે પીજીવીસીએલ કચેરીના ગેટ પાસે,આબેડકર સર્કલ, ધ્રાંગંધ્રા ખાતે છટકું ગોઠવી 30000ની લાંચ લેતા કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application