વોલ્ટાસ, ડાઇકિન અને ગોદરેજ એપ્લાયન્સીસ જેવા એર કંડિશનર મેકર્સ આ વર્ષની ભારે ગરમીના કારણે બનેલી કેટલીક ઘટનાઓ પછી, બહારના ઊંચા તાપમાન એટલે કે 55-56 ડિગ્રી સુધી ટકી શકે તેવા મોડલ વિકસાવવા અને વેચવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં જ્યાં ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે.
કંપ્નીઓ તેમની લાઇન-અપમાં એવા મોડલનું પ્રમાણ વધારવા જઈ રહી છે જે 42-44 ડિગ્રી સેલ્સિયસથી ઉપર કામ કરી શકે છે. ઉત્તરમાં, તેઓ 50 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ તાપમાને કામ કરી શકે તેવા એસી રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ઉનાળામાં મોટા ભાગના સ્થળોએ સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 4-6 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે, જ્યારે પૂર્વ અને દક્ષિણ પ્રદેશોમાં ઘણા સ્થળોએ પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું છે.
દેશની સૌથી મોટી એસી બ્રાન્ડ વોલ્ટાસના મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ કેટલાક મોડલ વિકસાવવા પર વિચાર કરી રહ્યું છે જે આ વર્ષે નોંધાયેલા ઉનાળાના આત્યંતિક તાપમાનનો સામનો કરી શકે. હાઇ-ગ્રેડ કોમ્પ્રેસરના ઉપયોગને કારણે આ મોડલ્સ માટે ઈનપુટ ખર્ચ 5-10% વધી શકે છે, પરંતુ ઉત્પાદકોએ જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે વોલ્યુમ વધવાથી ગ્રાહક કિંમત પ્રીમિયમમાં ઘટાડો થશે. ઉદ્યોગે આ ઉનાળામાં વિક્રમી વેચાણ નોંધાવ્યું હતું, જેમાં બિઝનેસ 50-60% વધ્યો હતો અને તમામ બ્રાન્ડ્સ સપ્લાયની તીવ્ર તંગીનો સામનો કરી રહી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં વેચાતા રહેણાંકના 80% એસી બહારના તાપમાને લગભગ 35 ડિગ્રી સેલ્સિયસ પર કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, કારણ કે ઘરોમાં એસી મોટે ભાગે રાત્રે સૂતી વખતે ચાલુ કરવામાં આવે છે, જ્યારે મોટા ભાગના સ્થળોએ આસપાસનું તાપમાન તેનાથી ઘણું નીચું જાય છે. આ વર્ષે રાત્રિનું તાપમાન પણ ઉંચુ હતું. બાકીનું વેચાણ 42-44 ડિગ્રી સેલ્શિયસ તાપમાને કામ કરવા માટે ડિઝાઇન કરાયેલા મોડલ માટે છે અને માત્ર 2-3% મોડલ 50-52 ડિગ્રી સે તાપમાને ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનું ઉત્પાદન ઊંચા પ્રીમિયમ પર ઓ જનરલ, મિત્સુબિશી, ડાઇકિન, લોયડ અને ગોદરેજ જેવી કેટલીક બ્રાન્ડ્સ દ્વારા કરવામાં આવ્યું છે. મધ્ય પૂર્વ જેવા કેટલાક વૈશ્વિક બજારોમાં, મોટાભાગના એસી મોડલ 58 ડિગ્રી સેલ્સિયસ પર પણ સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરી શકે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે જો બહારનું તાપમાન ઉત્પાદનના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ એમ્બિયન્ટ તાપમાન કરતાં 5-7 ડિગ્રી વધારે હોય, તો એસીની કાર્યક્ષમતા 40% ઘટી શકે છે. ડેકિન ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરંપરાગત એસી એક સેટ તાપમાને ઠંડુ થાય તે માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જો કે આઉટડોરનું વધુ તાપમાન એસી સિસ્ટમની કાર્યક્ષમતા પણ ઘટાડી શકે છે અને સિસ્ટમમાં ખામી સજીર્ શકે છે.
જાપાનીઝ કંપ્નીની વર્તમાન લાઇનમાં કેટલાક મોડલ 43-46 ડિગ્રી સેલ્સિયસ પર પણ 100% ક્ષમતા પર કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જ્યારે તેણે એવા મોડલ પણ ડિઝાઇન કયર્િ છે જે 56 ડિગ્રી સેલ્સિયસ પર કામ કરી શકે છે. ગોદરેજ એપ્લાયન્સીસના બિઝનેસ હેડ કમલ નંદીએ જણાવ્યું હતું કે 50 ડિગ્રી સેલ્સિયસ પર કામ કરવા સક્ષમ એસી ભારત માટે પૂરતા હોવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસની બેદરકારીથી પરેશાન, બળાત્કાર પીડિતાએ કરી આત્મહત્યા, અખિલેશ યાદવે સરકાર પર ઉઠાવ્યા સવાલ
November 07, 2024 05:02 PMમેકઅપ કર્યા પછી ન કરો આ ભૂલ, ત્વચા સંબંધિત થય શકે છે અનેક સમસ્યાઓ
November 07, 2024 04:59 PMએરલાઇનનું અસ્તિત્વ ખતમ... સુપ્રીમ કોર્ટે મિલકતો વેચવાનો આપ્યો આદેશ
November 07, 2024 04:57 PMશું ભારતમાં મૃત્યુદંડ બંધારણીય છે? CJI ચંદ્રચુડે AI વકીલને પૂછ્યો સવાલ
November 07, 2024 04:48 PM'યે ઉનકે અબ્બા કા પાકિસ્તાન નહી...', નીતિશ રાણેએ રાજ ઠાકરેના લાઉડસ્પીકર નિવેદનને સમર્થન આપ્યું
November 07, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech