દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના અંગે ખેડૂતોની વ્હારે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી

  • August 31, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી બુધવાર સુધી વર્ષે ગયેલા અતિ ભારે વરસાદના કારણે ધરતીપુત્રો પણ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી.
તેમના દ્વારા ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર, મોવાણ, વિગેરે જેવા ગામડાઓની મુલાકાત લઇને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આપના પ્રદેશ પ્રમુખ ગઢવીએ વિવિધ વિસ્તારોની તેમની આ મુલાકાતમાં ખેડૂતો તથા શ્રમિકોને રૂબરૂ મળી, વરસાદના કારણે થયેલા નુકસાન અંગેની વિવિધ માહિતી મેળવી હતી. ખેડૂતો પણ પોતાને થયેલી હાલાકી તેમની સમક્ષ વર્ણવી હતી અને ઈસુદાનભાઈ દ્વારા પણ સરકાર સમક્ષ આ મુદ્દે ખેડૂતોને સહાયની માંગણી તેમજ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application