BREAKING NEWS

જામનગર : કાનાલૂસની લેબર કોલોનીમાં શ્રમિક યુવાને જીવાદોરી ટુંકાવી

  • February 25, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાલપુર તાલુકાના કાનાલૂસ ગામમાં આવેલી એક લેબર કોલોનીમાં એક પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના ગૃહ કંકાસના કારણે ગળાફાંસો ખાઈ લીધો છે. વતનમાં રહેલી પોતાની પત્નીને વિડીયો કોલ કરીને ચાલૂ વિડીયો કોલમાંજ પંખાના હુકમાં લટકી જઇ ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી ભારે અરેરાટી પ્રસરી છે.
મૂળ બિહાર રાજ્યના ચંપારણનો વતની, અને હાલ લાલપુર તાલુકાના કાનાલૂસ ગામની સિમ વિસ્તારમાં લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતો મુન્ટુરાય ધેનુખરાય નામનો ૩૫ વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન પોતાના ઘેર પંખાના હુકમા લટકી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.


આ બનાવ અંગે બિહારના વતની અને તેની સાથે મજૂરી કામ કરતા અજયકુમાર હરેન્દ્રભાઇ કુશવાહા એ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના એએસઆઇ વી.સી. જાડેજા બનાવન સ્થળે દોડી ગયા હતા, અને શ્રમિક યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની હાલ કાર્યવાહી હાથ ધરી છે.


 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન, કે જેને પોતાની વતનમાં રહેલી પત્ની સાવિત્રી દેવી સાથે ગૃહકંકાસ ચાલી રહ્યો હતો. હાલ પોતે અહીં એકલો રહેતો હતો, અને વતનમાં રહેલી પોતાની પત્ની સાવિત્રી દેવીને ગઈકાલે બપોરે ૧.૩૦ વાગ્યાના અરસામાં વિડીયો મેસેજ કર્યો હતો, અને વિડીયો કોલ ચાલુ હતો તે ચાલુ વિડીયો કોલમાં વાત કરતો હતો અને પોતાની મેળે ફાંસો ખાઇ લીધો હોવાનું બહાર આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application