કાલાવડના માછરડા સોસાયટીમાં પ્રેમલગ્ન કરનાર એક યુવતિએ એસીડ પી લેતા સારવારમાં મૃત્યુ થયુ હતું જે અંગેની વિગતો જાહેર થતા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
મુળ ઉપલેટાના ખીરસરાના વતની હાલ કાલાવડના માછરડા સોસાયટીમાં રહેતી નીતાબેન ભરતભાઇ પરમાર (ઉ.વ.૩૦) નામની યુવતિએ ભરતભાઇ સાથે પ્રેમલગ્ન કરેલ હોય જેથી મરણજનારે તેના સગાવ્હાલા સાથે સબંધ તોડી નાખ્યા હતા, દરમ્યાન જાહેર કરનાર ભરતભાઇ તેના મોટાભાઇના દિકરાને દવાખાને લઇ ગયેલ હોય જેની ખબર અંતર પુછતા તેણીએ મે મારા સગાવ્હાલા સાથે સબંધ તોડી નાખેલ છે તો તમે પણ તમારા સગાવ્હાલા સાથે સબંધ તોડી નાખો તેમ કહેતા દંપતિ વચ્ચે બોલાચાલી થઇ હતી.
દરમ્યાન તા. ૪ના રોજ જાહેર કરનાર નોકરી પર જતા રહયા હતા અને જમવા ઘરે આવેલન હોય તે દરમ્યાન નીતાબેન થોડા ગરમ મગજના હોય આથી પોતાની મેળે એસીડ પી લેતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ છે. આ બનાવ અંગે માછરડા સોસાયટીમાં રહેતા ભરત નરશીભાઇ પરમાર દ્વારા ટાઉન પોલીસમાં જાણ કરવામાં આવતા પીએસઆઇ આંબલીયા તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application