પોરબંદરમાં વિદેશી દા‚ની પાંચ બોટલ સાથે યુવાન ઝડપાયો

  • November 30, 2024 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં વિદેશી દા‚ની પાંચ બોટલ સાથે યુવાનને પકડી પાડયા બાદ તેને માલ આપનાર રાણાવાવના શખ્શ સામે પણ ગુન્હો દાખલ થયો છે.
વિદેશી દા‚ મળ્યો
પોરબંદરના સોનીબજારમાં જૈન દેરાસર પાસે રહેતા મનીષ ઉર્ફે મેકસ પ્રેમજી વાંદરીયાને ૨૮૩૬ ‚ા.ની વિદેશી દા‚ની પાંચ બોટલ અને થેલા સાથે કડીયાપ્લોટ શેરી નં. ૫માં રોડ પરથી પકડી પાડયા બાદ તેની પૂછપરછ કરવામાં આવતા આ દા‚ તેણે રાણાવાવના પરેશનગરમાં રહેતા મયુર ભુવા પાસેથી વહેચાતો લીધો હોવાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.
દેશી દા‚ના દરોડા
ખાપટમાં નાગદેવતાના મંદિર પાછળ રહેતી શાંતિબેન ખોડા કડછાને ૧૨૦૦ ‚ા.ના દા‚ સાથે, ધ્રુબકાનેશના વીરા આવડા ચાવડાને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લેવાયા હતા. રાણાવાવના સતીબેન સલીમ વલીમહમ્મદ બરડાઇ હાજર મળી આવી ન હતી પણ તેના મકાનમાંથી ૧૬૦૦ ‚ાનો દા‚ કબ્જે થયો હતો. વીરડીપ્લોટ શેરીનં-૫ના લખમણ માલદે પરમારની ગેરહાજરીમાં ૨૪૦૦ ‚ાનો દા‚ કબ્જે થયો હતો. ચોપાટી ગ્રાઉન્ડ પર રહેતા અને ભંગારનો ધંધો કરતા રાકેશ ‚પસિંહ ખાવડીયા ને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લેવાયો હતો. માધવપુરના ખાવડા વિસ્તારમાં રહેતા કાના ઉર્ફે સોલ્જર નાગા માવદીયાને ૮૦૦ ‚ા.ના દા‚ સાથે, સુભાષનગરની વિશનગરી ગલીમાં રહેતા જયેશ ઉર્ફે જયલો પ્રેમજી કિશોરને ૨૦૦૦ના દા‚ સાથે, ઓડદરના ભરત પોપટ ઓડેદરાને ૧૦૦૦ના દા‚ સાથે પકડી લેવાયો હતો. મિત્રાળાનો લીલા ઉર્ફે શિવલહેરી મસરી પરમારની ગેરહાજરીમાં ૬૦૦ ‚ાનો દા‚ તેના મકાનમાંથી કબ્જે થયો છે. 
વાહનચાલકો ઝડપાયા
વનાણાના રબારી કેડામાં રહેતો ગોવિંદ જીવા મુછાર વનાણાના ઓવરબ્રીજ પાસે રોંગસાઇડમાં પૂર ઝડપે ટ્રક લઇને નીકળતા ધરપકડ થઇ હતી. કલ્યાણપુરના પ્રેમસર ગામનો જયેશ જેઠા સોલંકી ફૂલસ્પીડે બાઇક લઇ મજીવાણા ગામેથી નીકળતા ધરપકડ થઇ છે. તે ઉપરાંત ખીસ્ત્રી ગામે વાડીવિસ્તારમાં રહેતા આલા સુકા ખીસ્તરીયાને બગવદર ગામે ચાર રસ્તેથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application