ભાવનગર જિલ્લામાં અનેક યુવાનોએ દેશ સેવામાં ઝંપલાવ્યું છે. દેશની રક્ષા કાજે પોતાનું જીવનના અમૂલ્ય વર્ષોનું યોગદાન આપ્યું છે. સિહોર તાલુકાના ટાણાના રાજપરા ગામના યુવાન મિતભાઈ પરમારની ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે પસંદગી થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સિહોર તાલુકાના રાજપરા ગામમાં રહેતા દિનેશભાઇ પરમારના દીકરા મિતભાઈ પરમાર ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે પસંદગી પામતા ટ્રેનિંગ પૂર્ણ કરી ગામમાં આવતા જશ્નનો માહોલ સર્જાયો હતો. સમસ્ત ગામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમસ્ત જિલ્લાનું ગૌરવ વધારવા બદલ તેમજ દેશની રક્ષા કરવા માટે ગામના યુવાનની પસંદગી થતા સમસ્ત સર ગામમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. નાના બાળકો યુવાનોને વડીલો સૌ સાથે મળીને તેને કુમકુમ તિલક, ફૂલહાર, તેમજ દેશભક્તિના ગીતો સાથે ભવ્ય સ્વાગત રેલી ગામમાં નીકળી હતી. હાથમાં ફ્લેગ અને ડીજે ના તાલે સ્વાગત યાત્રા નીકળી હતી. અહીં ખાસ કોળી સમાજના યુવા નેતા અશોક મામસી અને પી.વી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાજરીના રોટલા સાથે આ 3 વસ્તુઓ બિલકુલ ન ખાવી ,નહીતર બીમારીને આમંત્રણ
December 12, 2024 05:13 PMઆ ગામના યુવાનો સાથે આ કારણે લગ્ન કરવા નથી ઈચ્છતી યુવતીઓ!
December 12, 2024 04:59 PMમાદાની શોધમાં નર વ્હેલએ ત્રણ મહાસાગર કર્યા પાર, 13 હજાર કિમીનું અંતર કાપીને તોડ્યો રેકોર્ડ
December 12, 2024 04:57 PMશું તમે જાણો છો બજારમાં મળતા એનર્જી ડ્રિંક્સ શરીર માટે કેટલા નુકશાનકારક?
December 12, 2024 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech