આરબલૂસમાં રહેતા યુવાન પર પૈસાની ઉઘરાણી ના પ્રશ્ને હુમલો

  • October 15, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાથ ભાંગી નાખ્યો


જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના આરબલૂસ ગામમાં રહેતા એક યુવાન પર પૈસાની લેતી દેતી ના મામલે હુમલો થયો છે, અને હાથ ભાંગી નાખ્યા ની ફરિયાદ નોંધાવાઈ છે.


આ બનાવની વિગત એવી છે કે લાલપુરના આરબલુસ ગામમાં રહેતા મનજીભાઈ ઉર્ફે જીતુભાઈ કરસનભાઈ જેપાર નામના ૩૩ વર્ષના યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ ભાંગી નાખવા અંગે ધવલ કનુભાઈ જેપાર સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાને આરોપીને હાથઉછીના રૂપિયા આપેલા હતા, જેની ઉઘરાણી કરવા જતાં આરોપી  ઉશ્કેરાયો હતો, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application