યુવાનને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરનાર યુવતી–જીઆરડી સામે ગુનો નોંધાશ

  • May 10, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેટોડામાં રહેતા યુવાને વાગુદળ પાસે નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.આ પગલું ભરતા પૂર્વે તેણે વીડિયો બનાવી સ્ટેટસમાં મૂકયો હતો.જેમાં તેણે મેટોડાની યુવતી અને રૈયાધારના યુવાનની હેરાનગતીથી આ પગલું ભર્યાનું જણાવ્યું હતું.યુવાનને હનીટ્રેપમાં ફસાવી ત્રાસ આપતા તે મરવા મજબૂર થયો હોય આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસીમાં જીેશ પાર્કમાં રહેતા મૂળ હાડાટોડા ગામના વતની અજય માવજીભાઈ ખાંભલા(ઉ.વ ૨૩) નામના યુવાને વાગુદળની નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ થતા યુવાનોના મૃતદેહને બહાર કાઢો હતો. બીજી તરફ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ તથા સ્ટાફે અહીં પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી.

મેટોડામાં ગેટ નંબર એક પાસે સિલ્વર કાસ્ટ નામના કારખાનામાં કામ કરનાર અજય ખાંભલા ગઈકાલ સવારે આઠેક વાગ્યે ટિફિન લઈને ઘરેથી કામે જવા માટે નીકળ્યો હતો. બાદ સાથે કામ કરનાર મિત્રોને કહ્યું હતું કે, ટિફિનમાં માત્ર રોટલી જ છે હત્પં શાક લઈને આવું છું તેમ કહીને બપોરે ૧૨ વાગ્યે નીકળી ગયો હતો બાદમાં કોલ કરતા ફોન પણ રિસીવ કરતો ન હતો. દરમિયાન તેનું સ્ટેટસ જોતા મિત્રો ચોંકી ઉઠા હતા. તેણે પોતાના સ્ટેટસમાં આપઘાતનું પગલું ભરતો હોવાનું જણાવ્યું હતું અને મોબાઈલ લોકેશન પરથી તે વાગુદડ પાસે અમરદીપ મેટલ નામના કારખાના પાછળ હોવાનું માલુ પડતા પરિવારજનો તથા મિત્રો અહીં દોડી ગયા હતા પરંતુ તેનો જીવ બચી શકયો ન હતો.
યુવાને આપઘાત કરતા પૂર્વે મોબાઇલમાં અપલોડ કરેલા સ્ટેટસમાં વીડિયોમાં એવું કહ્યું હતું કે, મારા મરવાનું કીરડુ અને રાહત્પલીયો બે જ છે બીજા કોઇ નિર્દેાષને હેરાન કરતા નહીં. બે વર્ષ મને બહત્પ રડાવ્યો છે હુ ખૂબ રડો છું મારી પાછળ કોઈ રડશો નહીં તેવું વીડિયોમાં તે બોલતો હોય તેવું જણાય છે. આપઘાત કરનાર આ યુવાન બે બહેન બે ભાઈના પરિવારમાં મોટો હતો.

બનાવને લઈ યુવાનના પરિવારજનો આક્ષેપ કર્યેા હતો કે છેલ્લા બે વર્ષથી મેટોડાની કીર્તિ પરમાર અને રાજકોટમાં રૈયાધાર પાસે રહેતો અને જીઆરડીમાં ફરજ બજાવનાર રાહત્પલ બગડા તેને ત્રાસ આપતા હતા બંનેએ યુવાનને હની ટ્રેપમાં ફસાવી તેને હેરાન કરતા હતા. આ અંગે સમાધાન થયું હોવા છતાં અજયને બંને બ્લેકમેઇલિંગ કરતા હોવાનું યુવાનના પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું

યુવાને પોતાના સ્ટેટસમાં રાખેલી આ વીડિયો કિલપ અને તેના પરિવારજનો દ્રારા કરવામાં આવેલા આક્ષેપોને લઈ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે આ મામલે તપાસ હાથ ધરી યુવાનને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરનાર યુવતી અને જીઆરડી જવાન સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News