BREAKING NEWS

રાજકોટમાં છૂટાછેડા લીધા બાદ પણ ઘર કંકાશ રહેતા યુવકનો ફાંસો ખાઈ આપઘાત, ગુંદાવાડીમાં 75 વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પી મોત મીઠું કર્યું

  • April 30, 2026 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્યુસાઇડ સીટી રાજકોટમાં વધુ બે આત્મહત્યાના બનાવ નોંધાયા છે, આજીડેમ નજીક યુવરાજનગરમાં રહેતા 27 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ અને ગુંદાવાડીમાં રહેતા 75 વર્ષીય વૃધ્ધએ ઝેરી દવા પી જિંદગીનો અંત લાવી દીધો હતો.


બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ ચોકડી નજીક આવેલા યુવરાજનગર શેરી નંબર-7માં રહેતો અજય ડાયાભાઈ મકવાણા (ઉ.વ.27)નો યુવક આજે આજે સવારે સાડા નવેક વાગ્યે ઘરે હતો ત્યારે રૂમમાં જઈ છતના હૂંકમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્ય રૂમમાં જોવા જતા યુવકને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરી મુકતા પડોશીઓ સહિતના દોડી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઇએમટીએ સ્થળ પર પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક મજૂરી કામ કરતો હતો અને સંતાનમાં એક દીકરો છે, ઘણા સમયથી પત્ની સાથે ઝગડાઓ થતા હોવાથી છૂટાછેડા લઈ લીધા હતા એમ છતાં કંકાસ રહેતા કંટાળીને ફાંસો ખાઈ લીધો હોવાનું લાગી રહ્યું છે.બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.


બીજા બનાવમાં ગુંદાવાડી શેરી નંબર-15માં શ્રી રામ એપાર્ટમેન્ટમાં રહેતા બળવંત સિંહ ભગુભા જાડેજા (ઉ.વ.75)ના વૃદ્ધએ બપોરે અઢી વાગ્યે ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત નીવડે પૂર્વે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application