ગાંધીનગર થી ગાંધીના ગામ પોરબંદર સુધી ગાંજાના નેટવર્ક નો પોલીસે પર્દાફાશ કરીને એક ઈસમને એક કિલો ૧૯૯ ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો હતો અને તેને માલ આપનાર ગાંધીનગરના ઈસમ સામે ગુનો દાખલ થયો છે પકડાયેલ શખ્સ પાસેથી વજન કાંટો પણ મળી આવ્યો છે તેથી તે છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોનુ સેવન કરનાર તત્વોની પ્રવૃતી સદંતર બંધ ક૨વા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને. પોલીસ દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સૂચના કરવામા આવેલ જે અન્વયે સ્ટાફના માણસો આ બાબતે કાર્ય૨ત હોય દરમ્યાન સંયુક્ત રીતે ચોકકસ બાતમી મળેલ કે, એક ઇસમ જીગ્રેશ ઉર્ફે જીગો બાલુભાઈ ચાવડા રબારી, રહે. કડીયા પ્લોટ શેરી નં. ૭, કામદાર ચોક પાસે, નો પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખેલ છે,
જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઇડ કરતા જીગ્રેશ ઉર્ફે જીગો બાલુભાઈ ચાવડા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં સુકો ગાંજા કુલ વજન ૦૧ કીલો ૧૯૯ ગ્રામ કી રૂ.૧૧,૯૯૦/- ના સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલા જીગ્નેશ ઉર્ફે જીગો બાલુ ચાવડા ની પૂછપરછ કરતા તેણે એવું કબૂલ્યું હતું કે આ ગાંજો તેણે ગાંધીનગર ખાતે આવેલ સરધાસણ ચોકડી પાસે રહેતા પીન્ટુ ભાટી પાસેથી લીધો છે તેથી પોલીસે પીન્ટુ સામે પણ ગુનો દાખલ કર્યો છે. ગાંજાની સાથોસાથ ૪૦૦૦ રૂપિયાનો એક મોબાઇલ અને એક ઈલેક્ટ્રીક વજન કાંટો પણ મળી આવ્યો હતો તેથી ૧૬૪૯૦ નો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વજનકાંટો મળી આવતા પોલીસે પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કે એવું સામે આવ્યું છે કે ગાંજાનું તે છૂટક વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech