પોરબંદરના બગવદર નજીક બાઇક આડે નંદી ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનુ મોત નિપજ્યુ છે.
રાણાવાવના આશાબા સીમ વિસ્તારમાં રહેતા કેશુભાઇ ચુંડાવદરાએ બગવદર પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે વજશીભાઇ કેશુભાઇ ચુંડાવદરા ઉ.વ. ૨૮ તા. ૩૧-૧૦ના પોતાનુ બાઇક લઇને કલ્યાણપુરથી રાણાવાવ આવતો હતો એ દરમ્યાન બગવદર નજીક નાયરા પેટ્રોલપંપ પાસે અચાનક રખડતો નંદી બાઇક આડે આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં વજશીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન આ યુવાનનુ મોત થયુ છે.
ઉલ્લેખનીય છે કે મુખ્ય રસ્તા અને હાઇવે પર બેફામ બનેલા પશુઓ વારંવાર અકસ્માત સર્જી રહયા છે અને તેમાં નિર્દોષ લોકો તેનો ભોગ બની રહયા છે ત્યારે આ પ્રકારનો વધુ એક બનાવ બનતા પરિવાર ઉપર વજ્રઘાત થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech