આત્મહત્યાના એપી સેન્ટર ગણાતા રાજકોટમાં વધુ એક યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પત્ની સાથે જમ્યા બાદ રૂમમાં જઈ પતિએ પગલું ભરી લીધું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતાં મયુર ચંદુભાઇ ધામેચા (ઉ.વ.૨૭)નો યુવાન રાત્રીના અગ્યારેક વાગ્યે ઘરે રૂમમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની શિલ્પાબેન ઘરકામ પૂરું કરી રૂમમાં જતા પતિને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરતા પડોશીઓ સહિતના દોડી આવ્યા હતા અને યુવકને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં પ્ર.નગર પોલીસને કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મયુરભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. અને છુટક ઇલેક્ટ્રીક કામ કરી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં બે વર્ષનો પુત્ર છે. સ્વજનોના જણાવ્યા મુજબ મયુરના માતા-પિતા જૂનાગઢ પરિચિતમાં અવસાન થયું હોવાથી લોૈકિકના કામે ગયા હતાં. રાત્રી પત્ની પત્ની ઘરે એકલા હતા અને રાત્રે બંનેએ જમ્યા બાદ પત્ની શિલ્પાબેન ઘરકામ કરતા હતા એ પૂરું કરી રૂમમાં જતા પતિ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ જાણતા ન હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application