રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક આડેધડ ચાલતા ટ્રકનો વીડિયો વાયરલ

  • August 07, 2023 11:32 AM 


અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર બનેલું તથ્ય કાંડ હજુ તાજુ જ છે. પોલીસ પણ બેફામ ચાલતા વાહનો સામે લગામ લગાવવા કાર્યવાહી કરી રહી છે પરંતુ અમુક તત્વો એવા છે જે સુધરવાનું નામ જ લેતા નથી. રાજકોટનો આ પ્રકારનો એક વીડિયો સામે  આવ્યો છે. 

રાજકોટમાં ગઇકાલે રાત્રીના સમયે શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા માર્ગ પર બેફામ રીતે આડેધડ ટ્રક ચલાવતા ડ્રાઈવરનો વિડિયો વાયરલ થયો છે. કોઈના જીવ જોખમમાં મુકાઇ જાય તે રીતે આ ટ્રક ચલાવવામાં આવી રહ્યો છે. જો કોઈ માનવ જીદંગીને નુક્સાન પહોંચે તો જવાબદાર કોણ તેવો સવાલ અહીંયા ઉઠી રહ્યો છે. પોલીસે આ પ્રકારના બેફામ વાહનો ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવી હવે આવશ્યક બની ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application