શાપર વેરાવળમાં માનવતાને શર્મસાર કરતો બનાવ બનવા પામ્યો છે. અહીં સાડા ત્રણ વર્ષની બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘર પાસે રમી રહેલી આ બાળકીને પરપ્રાંતિય શખસ ભાગ અપાવવાની લાલચે લઈ ગયો હતો. બાદમાં માસુમ સાથે દુષ્કર્મ આચરી તેને જોરદાર પટવાથી તેના ચહેરાના ભાગે ઇજા પહોંચી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ મામલે શાપર વેરાવળ પોલીસે આરોપી સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીને ઝડપી લેવા માટે શાપર વેરાવળ પોલીસ ઉપરાંત એલસીબી,એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલની ટીમ દ્રારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. પોલીસ દ્રારા આરોપીના પરિવારની ઓળખ મેળવી લેવામાં આવી છે અને તેમની પૂછતાછ કરવામાં આવી રહી છે.
દુષ્કર્માના આ બનાવની જાણવા મળતી વિગતો જણવા મળતી વિગતો મુજબ શાપર વેરાવળમાં હાઈવે પર કસુંબા બેરિંગ ગેટની પાસે શનિવારે બપોરે ૩:૩૦ વર્ષની બાળા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. દરમિયાન અહીંથી એક કાર ચાલક પસાર થતાં તેનું ધ્યાન આ બાળકી પર જતા તેણે પોતાની કાર ઉભી રાખી બાળકીને નજીકમાં આવેલી દુકાન પાસે બેસાડી હતી. બાદમાં આ બાબતે પોલીસ અને ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી આ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ઘટનાના પગલે શાપર વેરાવળ પોલીસ મથક સ્ટાફે તપાસ શ કરી હતી. દરમિયાન આ સાડા ત્રણ વર્ષની બાળકી મૂળ રાજસ્થાનના મારવાડી પરિવારની હોવાનું અને આ પરિવાર વર્ષેાથી નડિયાદ પાસે સ્થાયી થયો હોય અને છેલ્લા થોડા વર્ષેાથી શાપર વેરાવળમાં રહે છે. બાળકી અહીં તેના દાદી સાથે રહેતી હોય અને તેને બે ભાઈ એક બહેનનો પરિવાર છે. બાળકીના દાદી કચરો વીણવાનું કામ કરે છે જેથી તેઓ સવારે વહેલા કચરો વીણવા માટે નીકળી જતા હોય છે બાદમાં બાળકો અહીં ઘર પાસે રમતા હોય છે.
બાળકી સવારના સુમારે અન્ય બાળકો સાથે અહીં ઘર પાસે રમતી હતી ત્યારે આરોપી એ બાળકીને અહીં રમતા જોઈ તેની દાનત બગડી હતી તેણે બાળકીને ચાલ તને ભાગ લઈ દઉં તેમ કહી લઈ ગયો હતો. બાદમાં બાળકી પર હેવાનિયત આચરી આ શખસે તેને જમીન પર જોરદાર પટકતા બાળકીના ચહેરાનાભાગે ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવા આવેલી બાળકીએ પ્રથમ પોતાની સાથે બનેલી આ ઘટના અંગે ડરના લીધે કોઈને કઈં કહી શકી ન હતી. બાદમાં તેણે આ હકીકત જણાવી હતી જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારબાદ મેડિકલ રિપોર્ટમાં પણ બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સાબિત થતા આ મામલે શાપર પોલીસે અજાણ્યા શખસ સામે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી તરફ આ ગંભીર ઘટનાને લઇ શાપર વેરાવળ પોલીસ ઉપરાંત ગ્રામ્ય એલસીબી, એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલની ટીમો દ્રારા માસુમ બાળા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શ કરવામાં આવ્યો છે
પિતા હૈયાત નથી માતાએ બીજા લગ્ન કરી લીધા
પોલીસની તપાસમાં એવી વિગત સામે આવી હતી કે, મૂળ રાજસ્થાનનો આ પરિવાર વર્ષેાથી ગુજરાતમાં સ્થાયી થયો છે અને નડિયાદ તરફ રહે છે. બાળકીના પિતા અવસાન પામ્યા છે અને તેની માતાએ બીજા લગ્ન કરી લીધા હોય બાળકી શાપર વેરાવળમાં તેના દાદી સાથે રહેતી હતી તેની સાથે તેના અન્ય બે ભાઈઓ પણ રહે છે. ત્રણ ભાઈ બહેન સવારે ઘર પાસે રમતા હતા દરમિયાન આ ઘટના બની હતી
આરોપીના પરિવારની પોલીસ દ્રારા સઘન પૂછતાછ
માસુમ બાળકી પર દુષ્કર્મમાં આચરનાર પરપ્રાંતીય શખસની પોલીસે ઓળખ મેળવી લીધી છે એટલું જ નહીં તેના પરિવારના સભ્યોની માહિતી પણ પોલીસે મેળવી લઇ આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્રારા હાલ તેના પરિવારજનોની સઘન પુછતાછ કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech