બાંદીપોરામાં સુરક્ષા દળો સાથે અથડામણમાં એક આતંકી ઠાર

  • June 17, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા ત્યારબાદ સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી હતી.

આ એન્કાઉન્ટર ગઈકાલે મોડી રાત્રે બાંદીપોરાના અરગામ વિસ્તારમાં શ થયું હતું. સુરક્ષા દળોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ડ્રોન દ્વારા આ વિસ્તારમાંથી આતંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આતંકીના હાથમાં એમ-4 રાઈફલ પણ જોવા મળી હતી.
જમ્મુ ક્ષેત્રમાં એક પછી એક આતંકવાદની ચાર ઘટનાઓ બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આજે જમ્મુમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. તે નગરોટામાં વ્હાઇટ નાઈટ કોર્પ્સ સાથે મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરી શકે છે.

રયાસી બોમ્બ હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિયાસી બસ પર થયેલા આતંકવાદી હુમલાની તપાસ એનઆઈએને સોંપી દીધી છે, જેની સૂચના જારી કરવામાં આવી છે. એનઆઈએએ આ મામલામાં યુએપીએ હેઠળ એફઆઈઆર નોંધી છે.સૌથી પહેલા 9 જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલો 9 જૂને સાંજે 6.15 વાગ્યાની આસપાસ થયો હતો. ઓચિંતો છાપો મારીને બેઠેલા આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું, જે બાદ બસ કાબૂ બહાર ગઈ હતી અને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસ પર હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયા હતા.

આ પછી મંગળવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆના એક ગામમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માયર્િ ગયા છે. કઠુઆ જિલ્લાના એક ગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોનું ઓપરેશન શરૂ થયું હતું. આ જિલ્લાના હીરાનગર સેક્ટરના સૈદા સુખલ ગામમાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષાદળોના ઓપરેશનમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો.
ડોડાના છત્રકલામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાનો સહિત કુલ છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક વિશેષ પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી.આ આતંકવાદી હુમલાઓ વચ્ચે બુધવારે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં બે આતંકવાદીઓ જોવા મળ્યા હતા, ત્યારબાદ સુરક્ષા દળોએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઉપરાંત વધારાના સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application