મોરબી કંડલા બાયપાસ રોડ પર કાળમુખા ડમ્પરે વિદ્યાર્થિનીનો ભોગ લીધો

  • December 14, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક પર પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીનીને ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીનીએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
​​​​​​​
તાલુકાના જેપુર ગામે રહેતી અને અભ્યાસ કરતી બંસીબેન જીતેન્દ્રભાઈ ધમાસણા ઉ.વ.૨૧એ  ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૧૨-બી.ઝેડ.-૮૪૪૨ ના ચાલક ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૩-૧૨-૨૦૨૩ના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા બહેનપણી જસ્મીતાબેનને બંનેને મોરબી પી.જી.પટેલ કોલેજમા એમ.એ. સેમેસ્ટરની પરીક્ષા હોય જેથી બપોરના પોણા એક વાગ્યે ફરીયાદી પોતાના ગામથી પોતાનું બજાજ પ્લેટીના મોટરસાયકલ રજીસ્ટર નંબર  જીજે.૩૬. એ.બી.૭૯૦૧ વાળુ લઈને નિકળેલ અને ગોરખીજડીયા પાટીયા પાસે ફરીયાદીના બહેનપણી જસ્મીતાબેનને તેના પિતા મુકવા આવેલ અને તે મોટરસાયકલ પાછળની સીટમાં બેસી ગયેલ અને મોટરસાયકલ ફરીયાદી ચલાવતી હતી અને અમો મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ સામે રોડ ઉપર પહોંચેલ ત્યારે પંચાસર ચોકડી તરફથી ડમ્પર રજી નં.જીજે. ૧૨. બી. ઝેડ.૮૪૪૨ નો ચાલક પોતાનુ ડમ્પર બેદરકારી અને લોકોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળેલ અને ફરીયાદીના મોટરસાયકલને અડફેટે લઈ સાઈડમા અથડાવતા નિચે પછાડી દેતા બંસીબેન ને જમણા હાથમા તેમજ જમણા પગમા મુંઢ ઈજાઓ પહોંચાડેલ તેમજ જસ્મીતાબેનને માથામા તેમજ કમરના ભાગે ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું  જેથી ભોગ બનનાર બંસીબેને આરોપી ડમ્પર રજી નં. જીજે.૧૨. બી.ઝેડ.૮૪૪૨ નો ચાલક વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૪(અ), ૨૭૯,૩૩૭, તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application