જામનગર મા વિજ ચોરી નાં કેસ મા મહિલા ને તકસિર વાન ઠરાવી અદાલતે વીજ બિલ ની રકમ ૩૦ દિવસ મા જમાં કરાવવા આદેશ કર્યો છે.
જામનગરમાં નગરસીમ સબ ડીવીઝન હેઠળ આવતા લાલવાડી વિસ્તાર મા પી.જી.વી.સી.એલ.ની ચેકીંગ સ્કવોર્ડ ધ્વારા ગત તાં. ૨૪/૧૨/૨૧ નાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરતા આરોહી ગ્રીન્સ લાલવાડી વિસ્તારમાં રહેતા માલાબેન પરેશભાઈ ઝાલા ને ત્યાં ચેકીંગ કરતાં તેઓ પી.જી.વી.સી.એલ. કંપની નું કાયદેસરનું વિજજોડાણ ધરાવતા ન હોવા છતાં ડાયરેકટ પાવરચોરી કરતાં પકડાયા હતા. જેથી કાયદેસરની કાર્યવાહી કરી માલાબેન પરેશભાઈ ઝાલાને રૂા. ૧,૨૬,૯૦૭ નું પાવરચોરીનું પુરવણી બીલ નગરસીમ સબ ડીવીઝન ધ્વારા આપવામાં આવ્યું હતુ.
અને જેનો કેસ ઈન્ડીયન ઈલેકટ્રીસીટીની એકટની કલમ અન્વયે જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં માલાબને પરેશભાઈ ઝાલા વિરૂધ્ધ એફ.આઈ.આર. નોંધી અને ચાર્જશીટ કરવામાં આવેલ હતુ. ત્યારબાદ આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા પર આવતા પ્રોસી. ધ્વારા સાહેદ તપાસવામાં આવેલ તેમજ ૨૪ જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ.જે કેસ ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે વસીયર દ્વારા દલીલો કરવામાં આવેલ કે હાલ પાવરચોરીની બનાવો દિનપ્રતિદિન વધતા જાય છે તેમજ સમાજને અસર કરે તેવો ગુન્હો છે. જેથી સખ્ત સજા કરવા અંગે દલીલ કરતાં આરોપી પક્ષ ધ્વારા વિધવા બાઈ છે નાના છોકરાઓ છે જેથી ઓછી સજા કરવા અંગેની દલીલો કરતાં સ્પેશ્યલ કોર્ટ ધ્વારા આરોપી માલાબેન પરેશભાઈ ઝાલાને ભવિષ્યમાં ગેરકાયદેસર વિજવપરાશ કરવો નહી તે અંગેનું બોન્ડ આપવા તથા દિવસ ૩૦ માં પી.જી.વી.સી.એલ. રૂા. ૧,૨૬,૯૦૭ ભરપાઈ કરી આપવા હુકમ કરેલ છે. ઉપરોકત કેસમાં સરકાર વતી સરકારી વકીલ રાજેશ કે વસીયર ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech