ખોડીયાર કોલોનીમાંથી રીક્ષા ચાલકનો મોબાઈલ ફોન ચોરાયો

  • December 18, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રીક્ષા પાર્ક કરીને ઉભેલા બેડના એક રીક્ષા ચાલકનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગર તાલુકાના બેડમાં રહેતા અને રીક્ષા ચલાવતા હુસેન કાસમભાઈ રાવકડા નામના ૩૭ વર્ષના રીક્ષા ચાલક યુવાને જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં પોતાની રીક્ષા પાર્ક કરીને ઊભો હતો, જે દરમિયાન કોઈ તસ્કરોએ તેમના રૂપિયા ૧૪,૫૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
***
જામનગરમાં કાંટ-છાપનો જુગાર
જામનગરના ભીમવાસ વિસ્તારમાં સિકકો ઉછાળીને કાટ છાપનો જુગાર રમતા બે શખ્સો પોલીસની ઝપટમાં આવ્યા હતા.
જામનગરના નવાગામ ઘેડમાં રહેતા દિપક દેવજી ચાવડા અને ભીમવાસ શેરી નં. ૩માં રહેતા જગદીશ હરજી ચૌહાણ આ બંને શખ્સોને ભીમવાસ ઢાળીયા પાસે જાહેરમાં ‚પીયાનો સિકકો ઉછાડીને કાટ છાપનો જુગાર રમતા રોકડા ૧૬૫૧ સાથે સીટી-બી પોલીસે દબોચી લીધા હતા.
***
ધ્રોલના ખાટકીવાસમાંથી વર્લીબાઝ ઝબ્બે
ધ્રોલના ખાટકીવાસમાં વર્લી મટકાનો જુગાર રમતા એક શખ્સને રોકડ અને આંકડા લખેલા કાગળ સાથે પકડી લીધો હતો.
ધ્રોલના ખાટકીવાસમાં રહેતા મહેમુદ ઉર્ફે મનુ દાઉદ મરછીયા (ઉ.વ.૪૬) નામના મેમણ શખ્સને આ વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા રોકડા ૬૧૦, એક મોબાઇલ અને આંકડા લખેલા કાગળના ૮ ટુકડા સાથે સ્થાનીક પોલીસે ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application