આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર દેખરેખ રાખવા માટે નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક તેમજ આસિસ્ટન્ટ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર્સની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ મિટિંગના પ્રારંભે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ ચુંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર માધબચંદ્ર મિશ્રા નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારની ભૌગોલિક માહિતી આપીને રાજકોટ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મોરબી અને પોરબંદર જિલ્લાના વિધાનસભા મતવિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રોની સંખ્યા અને મતદારોની સંખ્યા, જાતિગત દર, થર્ડ જેન્ડર મતદારો વગેરે વિશે માહિતી આપી હતી.
એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર મિશ્રાએ ચૂંટણી ફરજો માટે નિયુક્ત કરાયેલા વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો તેમજ ચુંટણી ફરજ સોંપાયેલ સ્ટાફ, તેમને અપાયેલ તાલીમો, ડી.પી.એ. એક્ટ હેઠળ દૂર કરાયેલ પ્રચાર સામગ્રી, સિ- વિજીલ તેમજ હેલ્પલાઇન પર આવેલ આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરાયેલી કામગીરી, સુવિધા એપ અંતર્ગત ઉમેદવાર તેમજ પક્ષને વિવિધ મંજૂરીઓ આપવાની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની તૈયારી, સ્ટેટિક સર્વેવલન્સ ટીમની સંખ્યા અને સ્થળો તથા જપ્ત થયેલ હથિયારો, દારૂ, નાર્કોટિક્સ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી, આવનાર સે.એ.પી.એફ. કંપનીઓ માટે તૈયાર કરાયેલ વિવિધ વ્યવસ્થા વગેરેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. અને તમામ વિધાનસભા મતવિસ્તારોમાં થઈ રહેલ ખર્ચ નિરીક્ષણની કામગીરીની સબંધિત મદદનીશ ખર્ચ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, અધિક કલેક્ટર ઇલાબેન ચૌહાણ, ડી વાય.એસ પી. એસ. એસ. રઘુવંશી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. વી. મોરી, સંબંધિત અન્ય નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech