સિલ્વર હાઇટસની સામેના ક્રીમઝેનમાંથી એકસપાયર્ડ આઇસ્ક્રીમનો જથ્થો મળ્યો

  • May 24, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વિશેષમાં મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફૂડ  ઓફિસરએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પાન એમ્પાયર, શોપ નં.–૫, સિલ્વર હાઇટસ સામે, નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ. (કંપની રિટેલ આઉટલેટ)ની તપાસ કરતા પેઢીમાં ગ્રાહકોને વેચાણ માટે સંગ્રહ કરેલ વિવિધ લેવરના આઇસ્ક્રીમનો એકસપાયરી થયેલ કુલ ૧૮ કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

તેમણે ઉમેયુ હતું કે ઉપરોકત ઉપરાંત ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ કુલ ચાર સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (૧) કેસર પિસ્તા તેમજ (૨) સ્ટ્રોબેરી આઇસ્ક્રીમનું સેમ્પલ ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ., પાન એમ્પાયર, શોપ નં.–૫, સિલ્વર હાઇટસ સામે, નાનામવા રોડ, રાજકોટ ખાતેથી તેમજ (૩) વાઇલ્ડ બેરી ચીઝ કેક આઇસ્ક્રીમનું સેમ્પલ સ્થળ– જીલ આઇસ્ક્રીમ, ધ્રુવ કોમ્પ્લેકસ, રણછોડનગર શેરી નં.૪, પેડક રોડ ખાતેથી (૪) કુકીઝ એન્ડ ક્રીમ આઇસ્ક્રીમનું સેમ્પલ સ્થળ– ડીલકસ ફડસ, હથિયારી બિલ્ડીંગ કડિયાવાડી સામે, મોચી બજાર, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News