BREAKING NEWS

ઉપલેટામાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

  • February 13, 2026 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૫૨ બોટલ દારૂ સહિત રૂા.૨૧,૬૦૦નો મુદ્દામાલ જ: સલીમ હિંગોરા સામે વધુ એક ફરિયા

ઉપલેટામાં અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલ મુસ્લિમ શખસના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ તેમજ બીયર ગ્રામ્ય પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. ૨૧,૬૦૦ના મુદ્દામાલ ઝડપી લીધો હતો. શહેરના નટવર રોડ ઉપર સાહિદા બેકરીવાળી ગલ્લ ીમાં રહેતા કુખ્યાત શખસ સલીમ ઓસમાણ હિંગોરાના ઘરે બાતમીના આધારે જિલ્લ ા ગ્રામ્ય પોલીસે રેડ કરતા રહેણાંક મકાનમાંથી ૧૨ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ૪૦ નગં બિયરના ટીન મળી આવતા ગ્રામ્ય પોલીસે સલીમ ઓસમાણ હિંગોરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સલીમ અગાઉ મારામારી સહિતના ગુનામાં તેમજ તેના પુત્ર સામે પણ મારામારી અને વિદેશી દારૂ વેચવાના કેસ પોલીસ ચોપડે નોંધાઈ ચુકયા છે. આ અંગે વધુ તપાસ એએસઆઈ નિલેશ ચાવડા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application