મહિલાને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાઈ હતી
ખંભાળિયામાં આવેલી તાલુકા પંચાયત કચેરીની પાછળના ભાગે રહેતા કાજલબેન કાનજીભાઈ રાઠોડ નામના 30 વર્ષના સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા તેણીને ગત તા. 7 ડિસેમ્બરના રોજ અત્રે જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી હિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સિઝેરિયન મારફતે ડિલિવરી કરાઈ હતી. પ્રસુતિ બાદ તેણીને લેવામાં આવેલા ટાંકામાં રસી થઈ જતા પુનઃ હિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં પણ પુનઃ તેણીની સાત દિવસ સારવાર કરવામાં આવી હતી.
આ પછી ઉપરોક્ત મહિલાની હાલત બગડતા વધુ સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીની ચાલી રહેલી સારવાર વચ્ચે ગઈકાલે મંગળવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ કાનજીભાઈ બટુકભાઈ રાઠોડએ અહીંની પોલીસને કરી છે. જે સંદર્ભે આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એચ. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા, રશિયા, જર્મની, ઇટાલી સહિત ઘણા દેશોના મહાનુભવો મહાકુંભમેળામાં સનાતન સંસ્કૃતિથી થયા અભિભૂત
January 13, 2025 05:11 PMબે દિવસમાં મહાકુંભમાં 11 શ્રધ્ધાળુઓ હાર્ટઍટેકનો ભોગ બન્યા, ઠંડીથી સાવચેતી રાખવા ડૉક્ટર્સે આપી સલાહ
January 13, 2025 04:34 PMમહાકુંભ મેળો AI કેમેરા અને ડ્રોનથી સજ્જ, 56 સાયબર એક્સપર્ટની બાજ નજર, જાણો આવી છે સુરક્ષા વ્યવસ્થા
January 13, 2025 04:27 PMપત્ની તરફ નહીં જોઈએ તો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કઈ રીતે બનશેઃ અનુપમ મિત્તલે કર્યો કટાક્ષ
January 13, 2025 04:15 PM‘તમારી પ્રામાણિકતા પર શંકા’, ચૂંટણી વચ્ચે દિલ્હી સરકારને હાઇકોર્ટે લગાવી ફટકાર
January 13, 2025 04:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech