સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં જુદા જુદા કામ માટેના કોન્ટ્રાકટ આપવામાં આવતા હોય છે. તેમાં શેડુલ ઓફ રેટ (એસ.ઓ.આર) કરતાં અનેક ગણા ઉચા ભાવે કામ આપવામાં આવતા હોય છે અને આમ છતા કામ સંભાળનાર એજન્સીના બૂમબરાડા ચાલુ જ હોય છે. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતમાં સિંચાઈ સમિતિની ગઈકાલે મળેલી બેઠકમાં નક્કી કરેલા ભાવ કરતાં ૪૧.૮૮% નીચા ભાવે એટલે કે લગભગ ૫૦% માં કામ સંભાળવાની ઈચ્છા એક એજન્સીએ વ્યકત કરતા તેની ભારે ચર્ચા થઈ રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિની એક બેઠક ગઈકાલે ચેરમેન બી.એસ.બાભરોલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી અને તેમાં જસદણ તાલુકાના નાની સિંચાઈ યોજનાના જુદા જુદા કેનાલ સિસ્ટમના કામ માટે ટેન્ડર કરવામાં આવ્યા હતા. કુલ ચાર એજન્સીએ આ ટેન્ડર ભર્યા હતા. પિયા ૧૬,૬૨,૩૭૨ ના આ કામમાં એજન્સીએ ૪૧.૮૮% જેટલા વિક્રમ સર્જક કહી શકાય તેટલા નીચા ભાવે કામ સ્વીકારવાની ઓફર કરતા તેની આ ઓફર મંજૂર કરી છે અને ૧૬.૬૨ લાખનું આ કામ હવે ૯,૬૬,૧૭૦ માં પૂં થઈ જશે. પ્રોજેકટની કુલ કિંમત અને એસઓઆર કરતાં પણ નીચા ભાવે કામ સ્વીકારવાની ઓફર થયા પછી આ બાબત જિલ્લા પંચાયતમાં ભારે ચર્ચાનો વિષય બની છે જિલ્લા પંચાયતના અમુક અધિકારીઓ અને આગેવાનો જણાવે છે કે ટકાવારી બધં થઈ ગઈ છે અને તેના કારણે નીચા ભાવે પણ કામ લેવાનું એજન્સીઓને પોસાય છે.
સિંચાઈ સમિતિની ગઈકાલે મળેલી બેઠકમાં આવો જ બીજો એક કિસ્સો ઉપલેટા તાલુકાના કેનાલના કામના જોવા મળ્યો હતો. કુલ પિયા ૧૫,૮૫,૧૪૯ નું કામ હોવાનું ટેન્ડરમાં જણાવ્યું હતું પરંતુ એજન્સીએ ૨૦.૯૯ ટકા નીચા ભાવે આ કામ સ્વીકારતા હવે જિલ્લા પંચાયતને ૧૨,૫૨,૪૫૦ નો ખર્ચ થશે.
માર્ગ મકાન વિભાગ સહિતની અન્ય સરકારી કચેરીઓમાં એક વખત પ્રોજેકટ કોસ્ટ નક્કી થઈને એજન્સી ફિકસ કર્યા પછી યારે કામ પૂં થાય છે ત્યારે તેમાં ખર્ચ અનેક ગણો વધી ગયો હોય છે અને તે ચૂકવવામાં પણ આવતો હોય છે. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાગ્યે જ આવું બનતું હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech