કોટડા સાંગાણીમાં 243.96 લાખના ખર્ચે તાલુકા પંચાયતનું નવું બિલ્ડિંગ બનાવાશે

  • November 21, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દક્ષાબેન પરેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી અને તેમાં કોટડા સાંગાણી તાલુકા પંચાયતનું નવું બિલ્ડીંગ બાંધવાનો નિર્ણય કરાયો છે. આ માટે રૂપિયા 243.96 લાખના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. નક્કી કરાયેલા ભાવ કરતા 1.71% ઊંચા ભાવે ટેન્ડર આવ્યું હતું અને આમ કુલ 243.96 લાખનો ખર્ચ કોટડા સાંગાણી તાલુકા પંચાયત બિલ્ડીંગના બાંધકામમાં થશે.
આ બેઠકમાં સમિતિના અધિકાર હેઠળના કુલ રૂપિયા 133.23 લાખના ટેન્ડરો જુદા જુદા કામ માટે મંજૂર કરવામાં આવ્યા છે. જયારે કારોબારી સમિતિની સત્તામાં આવતા 535.07 લાખના કામોને બહાલી આપીને અંતિમ મંજૂરી માટે કારોબારી સમિતિમાં મોકલવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની આ બેઠકમાં 6.68 કરોડના જુદા જુદા કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમાં રાજકોટ તાલુકાના સોખડા અને રાણપુર ગામમાં વોટર ટેંક બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ધોરાજી તાલુકાના કલાણા ગામે ભૂગર્ભ ગટરનું કામ હાથ કરવામાં આવશે અને આવી જ રીતે પડધરી તાલુકાના સરપદળમાં પણ ભૂગર્ભ ગટરનું કામ હાથ કરવામાં આવશે. જેતપુર તાલુકાના દેરડી લીલાખા રોડ પર અકાળા ગામ નજીક રૂપિયા 90.62 લાખ ના ખર્ચે સુવિધા પથ બનાવવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો છે. બાંધકામ સમિતિની આ બેઠકમાં ચેરમેન દક્ષાબેન પરેશભાઈ રાદડિયા ઉપરાંત સુમિતાબેન રાજેશભાઈ ચાવડા સહદેવસિંહ રેવતુભા જાડેજા અમૃતલાલ ભલાભાઇ મકવાણા કાર્યપાલક ઇજનેર એસ.બી મહાલા વગેરે હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application