રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે હૈયુ હચમચાવી નાખે તેવો દિવસ અને એ ગોઝારી સાંજને આજે એક મહિનો થયો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ગત તા.25ના રોજ સળગીને ભસ્મીભૂત થઈ ગયો, 27 માનવ જિંદગીઓના સ્મશાનપ બનેલા આ ગેમ ઝોનના ભયાવહ અગ્નિકાંડના દૃશ્યો હજુ આંખ સામેથી હટતા નથી. એક માસ વિત્યા છતાં કોઈ ચમરબંધીને છોડાશે નહીંના હાકલા પડકારા કરનારી આ સરકારની તપાસનીશ એજન્સી રાજકોટ શહેર પોલીસની તપાસમાં એકપણ ઉચ્ચ અધિકારીની સંડોવણી ખુલી નથી કે ધરપકડ થઈ નથી. માત્રને માત્ર ગેમ ઝોન અને મહાપાલિકાના વંટોળ વચ્ચે આ તપાસ ચાલી રહી હોય તેમ ગેમ ઝોનના સંચાલકો અને મહાપાલિકાના માછલીઓ (નાના અધિકારીઓ) મળી 15 વ્યક્તિની ધરપકડ કરાઈ છે. મક્કમપણે કોઈને છોડાશે નહીં તટસ્થ તપાસ થશે તેવા ગાણા રાજકોટ પોલીસ દ્વારા ગવાઈ રહ્યા છે. શું ઉચ્ચસ્તરીય સૂચના મુજબ જ તપાસ થતી હશે અને તે મુજબ જ આરોપીઓ ઠેરવીને પકડાતા હશે? તેવા સવાલો હવે સામાન્યજનમાં ઘુમરાવા લાગ્યા છે.
અગ્નિકાંડ થયાના દિવસે જ રાજ્ય સરકાર દ્વારા માનવ સર્જિત અગાઉના કાંડો માફક અગ્નિકાંડમાં પણ તાબડતોબ સીટની રચના કરી દીધી અને એ જ અધિકારી આઈપીએસ સુભાષ ત્રિવેદી આ સીટના વડા બન્યા. આ સીટ દ્વારા અગ્નિકાંડના 25 દિવસ બાદ ગત સપ્તાહે સરકારને 100 પેજનો રિપોર્ટ રજૂ કરાયો, જેમાં રાજકોટ મહાપાલિકાની ટીપી શાખા, ફાયર બ્રિગેડ, આરએન્ડબી (રોડ એન્ડ બિલ્ડીંગ) તથા પોલીસને બેજવાબદાર ઠેરવાઈ છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ ગુનાના કામે તપાસ માટે સીટની રચના કરાઈ હતી. જેમાં એડિ. કમિશનર, ડીસીપી ક્રાઇમ અને એસીપી ક્રાઈમ સહિતના અધિકારીઓનો સમાવેશ કરાયો હતો. આ ગુનાની તપાસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા પ્રથમ દિવસે ગેમ ઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર, નીતિન જૈન, જમીન માલિકો કિરીટસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજાની ધરપકડ કરાઈ હતી. સાથો સાથ મહાપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપી ગૌતમ જોષી, રાજેશ મકવાણા, રાહુલ વિગોરા સહિતના મહાપાલિકાના અન્ય નાના અધિકારીઓ મળી અત્યાર સુધીમાં 15 વ્યક્તિને પકડવામાં આવ્યા છે.
જે પરિવારો પર આજીવન ન ભૂલી શકાય તેવો વજ્રઘાત પડ્યો છે તેઓ ન્યાય માટે જૂરી રહ્યા છે. કોઈ ચમરબંધીને નહીં છોડાય તેવા શબ્દો ઉચ્ચારનાર સરકાર હજુ સુધી ઉચ્ચ અધિકારીઓને માત્ર બદલાવી શકી છે. તેઓની સામે અન્ય કોઈ પગલા લેવામાં આવ્યા નથી. સરકારની સીટ દ્વારા આરએન્ડબી અને પોલીસને પણ દોષિત દશર્વિી છે. પરંતુ હજુ સુધી આ બન્ને વિભાગના એકપણ નાના કર્મચારી રાજકોટ ક્રાઈમ બ્રાંચની તપાસમાં આરોપી બન્યા નથી. જો ખરેખર ક્રાઈમ બ્રાંચની તપાસમાં આ બન્ને વિભાગના કર્મચારીઓથી લઈ અધિકારીઓની કોઈ બેદરકારી ન હોય તો તેઓને બદલાવ્યા શા માટે કે સસ્પેન્ડ શા માટે કયર્?િ શું સરકારની આ ભુલ હતી? અને જો ખરેખર બદલી કરાયેલા અને સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સીટના રિપોર્ટ મુજબ બેજવાબદાર હોય તો હજુ સુધી ક્યા કારણોસર ધરપકડ થઈ નથી? અગ્નિકાંડના મામલે હાઈકોર્ટ પણ આકરા પાણીએ છે. હાઈકોર્ટે પણ ઉચ્ચ અધિકારીઓ સામે કેમ ગુનો નહીં? તેવા સવાલો ઉઠાવ્યા હતા. આમ છતાં હજુ સુધી માત્ર નિવેદન કે આવી કાર્યવાહી સિવાય અન્ય વિભાગના જવાબદારો અધિકારીઓ સામે કાયદાનો ગાળિયો આવ્યો નથી. રાજકોટ શહેર પોલીસની સીટને ગાંધીનગરથી સૂચના મળતી હશે એ મુજબ જ તપાસ થતી હશે અને માછલીપ કર્મચારીઓ કે અધિકારીઓને પકડવામાં આવતા હશે? આવા સવાલો સામાન્યજન અને ભોગ બનનારના પરિવારજનો, સગા-સ્નેહી, સબંધીઓમાં ઉઠ્યા વગર રહેતા નહીં હોય. જો કોઈ જવાબદાર હોય તો છોડવા ન જોઈએ અને નિર્દોષ દંડાય નહીં તેનો પણ તપાસમાં ખ્યાલ રાખવો જોઈએ. આખરે તો તપાસકર્તા એજન્સીઓ અને ત્રણ-ત્રણ સીટમાં સમાવિષ્ટ અધિકારી-કર્મચારીઓએ પણ કુદરતના દરબારમાં જવાબ આપવો પડશે તેવા પણ શબ્દો ઉઠી રહ્યા છે.
શું રાજકોટ પોલીસની સીટ ફિક્સમાં? પીઆઈને પકડે તો જેસીપી સુધી રેલો આવે?
રાજકોટ પોલીસ કમિશનરના વડપણ હેઠળ અગ્નિકાંડની ચાલી રહેલી તપાસની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) કોઈ કારણોસર ફીક્સમાં હશે ? કે પછી તટસ્થ રાહે તપાસ ચાલી રહી છે? ગેમ ઝોનને જે રીતે પોલીસ વિભાગ દ્વારા લાઈસન્સ ઈશ્યુ કરાયું તેમાં અગ્નિકાંડના બીજા દિવસે જ બે પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરવામાં આ બન્ને અધિકારીની માનવીય ભૂલ કે બેદરકારી તો સરકારને દેખાઈ હશેેેેેે તો જ આવું પગલુ લીધું હોય શકે. જો પીઆઈની બેદરકારી હોય તો તેની સામે ધરપકડ સુધી કાર્યવાહી થશે તેવી વાતો ઉઠી હતી. સાથે સાથે એવું પણ પોલીસ વિભાગમાં ગુંજતું હતું કે માછલીપ અધિકારી પીઆઈને પકડવામાં કે પૂરવામાં કદાચ સીટને કોઈ છોછ નહીં હોય પણ જો આ બે અધિકારીને પકડે તો લાઈસન્સ ઈશ્યુ કરાયું તેમાં પીઆઈથી ઉ5ર એસીપી, એસીપીની ઉપર ડીસીપી અને છેલ્લ ે લાઈસન્સમાં સહી કરનાર આઈપીએસ કક્ષાના અધિકારી જેસીપી સુધી રેલો પહોંચી શકે. આવા કારણોસર કદાચ સીટ પોલીસ ડિપાર્ટમેન્ટની કોઈ ભુલ નથી તેવું પણ માનતી હશે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech