પોરબંદર જિલ્લાના કલેક્ટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્મ ફોર ઇમ્યુંનાઈઝેશન કમિટીની મિટીંગ યોજાઈ હતી.
કલેકટરે જિલ્લામાં પોલિયો રસીકરણ અંગેની માહિતી મેળવી હતી અને આગામી પોલિયોના રાઉન્ડમાં એકપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહી જાય તે માટેનું ઝીણવટભર્યું આયોજન કરવા અંગે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરે જણાવ્યું હતું.કે, જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ મેડિકલ હેલ્થ ઓફિસરને આગામી પોલિયોના રાઉન્ડમાં બાળકોને ૧૦૦% પોલિયોની રસીથી સુરક્ષિત થાય તે સુનિશ્ચિત કરવા અને કોઈપણ અધિકારી બેદરકારી દાખવશે તો તેની સામે કડક પગલા લેવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.ડબલ્યુ.એસ.ઓ. એસ.એમ.ઓ.ડો.વિનયકુમાર જિલ્લામાં પોલિયો કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની સ્થિતિ સર્વલેન્સ, સેમ્પલિંગ અને પોલિયોના નિરાકરણ માટેનો સુઝાવ આપ્યો હતો. આગામી તા.૮-૧૨-૨૦૨૪ને રવિવારના રોજ પોલિયો દિવસ અંતર્ગત ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવવામાં આવે તેમજ બાળકને દર વખતે પોલિયોના ટીપા પીવડાવી ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં અવશ્ય યોગદાન આપે તેમ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે,પોરબંદર જિલ્લામાં પોરબંદર,રાણાવાવ, કુતિયાણા સહિત તમામ તાલુકાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તાર મળી ૩૭૩ બુથો પર કુલ ૬૨૫૮૨ બાળકોને પોલિયોના ટીપાથી સુરક્ષિત કરવામાં આવશે.આ બેઠકમાં આર.ટી.ઓ, શિક્ષણ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech