જૂનાગઢમાં ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય દ્રારા પૂર્વ કલેકટર સામે ભવનાથ મંદિરના મહતં મામલે ગંભીર આક્ષેપ કરતા ચકચાર જાગી હતી.ભવનાથમાં સાધુઓના ચાલતા વિવાદનું મુખ્ય કારણ તત્કાલીન કલેકટર રચિત રાજ હોવાનો ગંભીર આરોપ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ કલેકટર સાથેની સંકલન સમિતિની મીટીંગમાં જ કર્યેા હતો અને મહતં ની નિમણૂક ગેરકાયદેસર થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં કલેકટર કચેરી ખાતે શનિવારે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અધિકારીઓ સામે ધુઆપુઆ થતા જિલ્લ ાના કહેવાતા વિકાસની પોલમ પોલ છતી કરી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ ભવનાથ મંદિરના મહતં ની નિમણૂક ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કર્યેા હતો તેઓના જણાવ્યા મુજબ તત્કાલીન કલેકટર રચિત રાજ દ્રારા સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા છ મહિને કોઈપણ જાતની પ્રક્રિયા કર્યા વગર અધિકારીઓ જેમાં મામલતદાર પ્રાંત અને કલેકટર ની ત્રિપુટી દ્રારા ખોટો હત્પકમ કરવામાં આવ્યો હતો.પરંપરા મુજબ યારે મહંતને મુદત પૂરી થાય ત્યારે તેની જાહેરાત કરવામાં આવે છે. ત્યારબાદ નવા મહતં નિમણૂક માટેની જાહેરાત જે કોઈ પરંપરા કે અખાડાના સાધુઓ દ્રારા મહતં તરીકેના દાવાઓ રજૂ કરવામાં આવે આ દાવાઓ રજૂ થયા બાદ મામલતદાર દ્રારા તેની ખરાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રાંતને રિપોર્ટ રજૂ કરે છે પ્રાંત અધિકારી તેમાં ખરાઈ કરી કલેકટરને રિપોર્ટ કરે છે અને કલેકટર દ્રારા સમગ્ર મુદ્દે તપાસ કરી મહંતની નિમણૂક કરવામાં આવે છે પરંતુ જૂનાગઢમાં ભવનાથ મંદિરના મહતં ની નિમણૂક પ્રકરણમાં આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પ્રક્રિયા વગર જ મુદત પૂરી થાય તેના મહિનાઓ પહેલા ગેરકાયદેસર રીતે જૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોરતત્કાલીન રચિત રાજ દ્રારા ભવનાથ મંદિરના મહતં ની નિમણૂક કરવામાં આવી હતી.ગેરકાયદેસર પ્રક્રિયામાં મામલતદારને અરજી આવી અરજીના આધારે મામલતદાર એ પ્રાંતને રિપોર્ટ કર્યેા અને પ્રાંતે કલેકટરને રિપોર્ટ કર્યેા ત્યારબાદ કલેકટર એ સીધી નિમણૂક જ કરી દીધી જેથી આ ત્રિપુટી સામે ખોટો હત્પકમ કરવા અંગેનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જો નિયમ મુજબની પ્રક્રિયા થઈ હોય તો મહતં તરીકેના દાવેદાર હોય તેવા વ્યકિતઓ દાવો કરી શકે આવી કોઈ પ્રક્રિયા થઈ ન હતી અને જેથી કોઈ અન્ય સંતો તેના હક રજૂ કરી શકયા નથી. કોઈપણ જાતની માગણી કે ખરાઈ કર્યા વગર જ નિમણૂક કરવામાં આવી હતી જેથી ધારાસભ્ય દ્રારા પૂર્વ કલેકટરના નિર્ણય સામે વિરોધ વ્યકત કર્યેા હતો તેઓના જણાવ્યા મુજબ કોઈ સતં કે પથં સામે મારો વિરોધ નથી પરંતુ અધિકારીઓની ભ્રષ્ટ્ર નીતિ ના કારણે સંતોની વચ્ચે મોટો વિવાદ ઉભો થયો છે જેના કારણે ભવનાથ બદનામ થઈ રહ્યું છે જેથી પૂર્વ કલેકટરના નિર્ણયના કારણે હાલ ભવનાથ મંદિરનો વિવાદ વકરી રહ્યો છે તેવું જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech