બીજી ઓકટોબરના કેમ્પનો વધુ બહેનો લાભ લઇ શકે તે માટે યોજાઇ બેઠક

  • September 30, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં બીજી ઓકટોબરે યોજાનાર કેમ્પના આયોજન અંગે બહેનોને માહિતી આપવા ઠેર-ઠેર બેઠક યોજાઇ રહી છે.
બીજી ઑક્ટોબર કેમ્પના આયોજન ‚પે અલગ-અલગ વિસ્તારની મહિલા આગેવાનો દ્વારા સ્થાનીક બહેનોને આ કેમ્પમાં વધુ જોડાય અને વધુ આ કેમ્પનો લાભ મળે અને  કેમ્પમાં મળતી સુવિધા માટે જાગૃતિ આવે તે હેતુથી અલગ- અલગ વિસ્તાર વાઇસ મીટીંગ નું આયોજન કરવામાં આવી રહયું છે ત્યારે હંસાબેન તુંબડીયા અને ભારતીબેન ચામંડીયા દ્વારા ખારવાવાડ અને નાગરવાડાં વિસ્તારમા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું હંસાબેન સિંગરખીયા દ્વારા  છાયા વિસ્તારમાં પોરબંદર-છાયા નગરપાલિકા કાઉન્સિલર લીલાબેન મોતીવરશ દ્વારા જુરીબાગ વિસ્તારમા પોરબંદર છાયા નગરપાલિકા કાઉન્સિલર વીજુબેન ધર્મેશભાઈ પરમાર દ્વારા નવા કુંભારવાડા વિસ્તારમાં મોટી સંખ્યામાં બહેનો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના મહિલા આગેવાન  નિમિષાબેન જોશી દ્વારા લેડી હોસ્પિટલમાં મહિલાઓ સાથે મીટીંગ કેમ્પ વિશે માહિતીગાર કરવામાં માટે ખાસ સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ગાયનેક વિભાગમાંથી લેડી ડો. ગ્રીસ્માબેન, ડો. નેહાબેન, ડો. ખુશ્બુ દ્વારા અલગ- અલગ વિસ્તારની બહેનો ને કેમ્પમાં મળતી સુવિધાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપી જેથી ઘણી બહેનો એ આ કેમ્પનો લાભ લેવા ઉત્સુકતા દાખવી અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application