પોરબંદરમાં મૂંગા જીવો માટે દિવસ રાત જોયા વગર સેવા કરતી સંસ્થા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા રાણીબાગ ખાતે દ્વિતીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર પોરબંદર શહેર જ નહીં પરંતુ જિલ્લાભરના જીવદયા પ્રેમીઓ જોડાયા હતા. પોરબંદર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ઓડદરની ગૌશાળામાં પશુઓને ભોજન, પાણી, આરોગ્ય, સહિત પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં મનપાની બેદરકારી સામે ઉચ્ચ કક્ષાએ લડત ચલાવીને કાર્યવાહી કરવામાં આવશે તેવું નક્કી થયું હતું. તે ઉપરાંત શહેરના જુદા -જુદા વિસ્તારમાં શ્ર્વાન અને ડુક્કર ઉપર થતા અત્યાચાર સામે પણ લડત ચલાવવાનો રણટંકાર કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ ડોક્ટર નેહલબેન કારાવદરાના માર્ગદર્શન નીચે સમગ્ર બેઠકમાં અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન પર અફઘાનિસ્તાને કર્યો હુમલો, BLAનો દાવો; બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ
May 29, 2025 07:44 PMગુજરાત સહિત સરહદી રાજ્યોમાં 31 મેના રોજ 'ઓપરેશન શીલ્ડ' મોકડ્રીલ યોજાશે
May 29, 2025 07:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech