ચિત્રામાં રહેતા શખ્સે મહિલા સાથે આચર્યું વારંવાર દુષ્કર્મ

  • January 11, 2024 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારની પરણિતાએ તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરાતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શહેરના બોરતળાવ પોલીસ મથક હેઠળ આવતા એક વિસ્તારમાં રહેતા પરણિતા સાથે મરજી વિરુદ્ધ સંબંધ બાંધી ફરિયાદીએ અવાર-નવાર મરજી વિરુદ્ધ શારીરિક તથા માનસિક શોષણ કરી અને ત્રાસ ગુજારી ધમકી આપતો હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


 આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર બોરતળાવ પોલીસમાં બોરતળાવ પોલીસ મથકના એક વિસ્તારમાં રહેતા પરણીતાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, એક શખ્સએ પરણિતા સાથે તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેમજ પરણિતાને શખ્સએ ધમકી આપી હતી કે, જો આ વાત કોઈને કહેશે તો તારું પૂરું કરી દઈશ. ત્યારબાદ અવાર-નવાર પરણિતાની મરજી વિરુદ્ધ શારીરિક તથા માનસિક શોષણ કરી રૂમમાં ગોંધી રાખી ફરીયાદી ઉપર શંકા કરી અવાર-નવાર માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મનહર રાઠોડ (રહે.ચિત્રા, એસટી વર્કશોપ પાસે) સામે તેમજ તેને મદદગીરી કરનાર મહિલા સામે પરણીતાને ભૂંડા બોલી ગાળો આપી અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પરણીતા દ્વારા બોરતળાવ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે પરણીતાની ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application