તળાજાના ગોપનાથ રોડ પર ગેરેજ ધરાવતો અને ચોરાઉ મોટરસાયકલ રાખતા પીપરલા ગામના શખ્સને લોકલ ક્રાઇમ બ્રાંચ્ચે ઝડપી લઈ તેની પાસેથી રૂ.૨૦,૦૦૦ના મોટર સાયકલ સાથે ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન *બાતમી મળેલ કે, તળાજા તાલુકાના પીપરલા ગામ રહેતો અને ગોપનાથ રોડ પર ગેરેજનું કામ કરતો હરેશભાઇ કાંતીભાઇ ચુડાસમા રહે.પીપરલા તા.તળાજા તેના ગેરેજે ચોરીનું મો.સા.રાખેલ છે જે બાતમી આધારે એલ.સી.બી.ના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરી મોટર સાયકલ સાથે હાજર મળી આવતાં તેની પાસે આધાર કે રજી. કાગળો રજુ કરવા કહેતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. જેથી આ મોટર સાયકલ શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે લઈ તેની વધુ પુછપરછ કરતાં આજથી આશરે પાચેક દિવસ પહેલા તળાજા ગોપનાથ રોડ ખેતલાઆપા દુકાનની સામેના ખાંચામાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હરેશ કાંતીભાઇ ચુડાસમા (ઉ.વ.૨૪ ધંધો-ગેરેજ રહે.હાલ-પીપરલા તા.તળાજા જી.ભાવનગર મુળ-વેજોદરી તા.તળાજા જી.ભાવનગર)ની ધોરણસર ધરપકડ કરી તેની પાસેથી હિરો હોન્ડા સ્પ્લેન્ડર નં-ૠઉં-૦૪-અછ-૦૧૪૨ કિ.રૂ.૨૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શખ્સ પાસેથી કબ્જે કરાયેલ મોટરસાયકલ અંગે તળાજા પોલીસ મથકમાં ગુ.ર.નં.૧૧૧૯૮૦ ૫૩૨૫૦૨૨૪/૨૦૨૫ બી.એન.એસ કલમ:-૩૦૩(૨) મુજબનો ગુનો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી. સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર તેમજ રાજેન્દ્દ મનાતર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application138 વર્ષ જૂની ગૌશાળાનું 2 કરોડના ખર્ચે રિનોવેશન, દ્વારકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન
May 17, 2025 12:27 PMયે બાત કુછ હજમ નહી હુઈ.. ટ્રમ્પે તેલનું ટીપું આપવા બદલ UAEની મજાક ઉડાવી
May 17, 2025 12:14 PMસિંહ સાથે...યે દોસ્તી હમ નહીં તોડેંગે...
May 17, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech