ગેરકાયદે હથિયાર સપ્લાય કરનાર જામનગરના અન્ય એક શખ્સનું નામ ખુલ્યું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં પતરા કોલોની વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર લઈને નીકળેલા જામનગરના એક શખ્સને એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ ઝડપી પાડ્યો છે, અને તેની પાસેથી દેશી હાથ બનાવટની બંદુક કબજે કરી છે, જયારે તેને હથિયાર સપ્લાય કરનાર જામનગરના અન્ય એક શખ્સ ને ફરારી જાહેર કરાયો છે.
એસ.ઓ.જી. ની ટુકડીએ પાડેલા આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં ન્યુ ડેન્ટલ કોલેજ વિસ્તારમાં રહેતો શાહરુખખાન ઉર્ફે અમીરખાન પઠાણ નામનો શખ્સ લાલપુર તાલુકાના કાનાલુસમાં આવેલી લેબર કોલોની વિસ્તારમાં ગેરકાયદે હથિયાર લઈને નીકળ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ દરોડો પાડી શાહરુખખાન પઠાણને ઝડપી પાડ્યો હતો, અને તેના કબજા માંથી રૂપિયા ૫,૦૦૦ ની કિંમતની દેશી હાથ બનાવટની રિવોલ્વર કબજે કરી લીધી હતી.
પોલીસની પૂછપરછ દરમ્યાન તેને ઉપરોક્ત હથિયાર જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અસગરખાન કાસમખાન પઠાણે સપ્લાય કર્યું હોવાનું કબુલતાં તેને ફરારી જાહેર કરાયો છે, અને શોધ ખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech