ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં થયેલી ચોરીનો ગણતરીના સમયમાં જ પોલીસે ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી લીધો હતો. દેવુબાગ દિપદર્શન ફ્લેટમાં રહેતા પરિવારે ૨૨ દિવસ પુર્વે તેના ફલેટના કબાટની તિજોરીમાં સોના ચાંદીના દાગીના મુકી રાખ્યા હતા. દરમિયાન વેવીશાળ પ્રસંગે જવા માટે તિજોરીમાંથી મહીલા દાગીના કાઢવા જતા રૂા. ૨.૯૫ લાખના દાગીનાની ચોરી થયાનો ખ્યાલ આવ્યો હતો. ઉક્ત ચોરી મામલે પોલીસે તપાસ હાથ ધરી મકાનમાલિકના ભાદેવા શેરીમાં રહેતા મામાના દિકરાની ધરપકડ કરી સોનાના દાગીના બરામત કર્યા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલા દિપદર્શન ફ્લેટમાં રહેતા અને વિઠ્ઠલવાડીમાં મિનરલ વોટર વ્યવસાય કરતા નિખીલભાઈ પ્રવિણભાઈ શાહે નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. કે, ગત તા. ૧૨.૦૩ના રોજ તેઓ અને તેના પત્ની સામાજીક કામ સબબ બહાર જવાનુ હોવાથી થોડા દિવસ પહેલા ખરીદી કરેલા સોનાના દાગીના તિજોરીમાંથી કાઢયા હતા. બાદ સાંજના પરત સોનાની લક્કી, સોનાનું ડોકીયુ. સોનાની બુટ્ટી, સોનાનું ડોકીયુ સર મળી કુલ રૂા. ૨.૯૫ લાખના દાગીના તિજોરીમાં મુકી દીધા હતા. દરમિયાન ગત તા. ૦૪ના રોજ તેઓના સબંધીને ત્યા વેવીશાળ પ્રસંગે જવાનું હોય જેથી તેઓના પત્ની કબાટની તિજોરીમાંથી સોનાના દાગીના લેવા જતા દાગીના જોવા મળ્યા નહતા. અને ચોરી થયાનો ખ્યાલ આવ્યો હતો. ઉકત બનાવની નિલમબાગ પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને છાનબીન હાથ ધરી હતી. જ્યારે ફરીયાદ અનુસંધાને અજાણ્યા ચોર ઈસમ સામે આઈપીસી. ૩૮૦,૪૫૪,૪૫૭. મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
જે દરમ્યાન લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમીરાહે હકિકત મળેલ કે, અગાઉ નોકર ચોરીના ગુન્હામાં પકડાયેલ પાર્થ રમેશભાઈ મહેતા (રહે.ભાદેવાની શેરી,ભાવનગર) થેલીમાં સોનાના દાગીના લઈને ભાવનગર,બસ સ્ટેશન પાછળના ભાગે હોમગાર્ડ ઓફ્સિની સામેના ભાગે રોડ ઉપર ઉભેલ છે. જે સોનાના દાગીના ક્યાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે તપાસ હાથ ધરી પાર્થ રમેશભાઈ મહેતા (ઉ.વ.૨૩ રહે.ફ્લેટ નંબર-એ-૨. સાંનિધ્ય ફ્લેટ, ઈન્ફન્ટ સ્કુલની સામે, ભાદેવાની શેરી, ભાવનગર) મળી આવતા અટક કરી તલાશી લેતા તેના કબજામાંથી સોનાની લક્કી, સોનાની બુટ્ટી જોડ-૦૧, સોનાનું પાંદડીની ડિઝાઇનવાળું ડોકિયું (હાર), સોનાના લાંબા દોરાવાળું ડોકિયું (હાર), એક મોબાઈલ સહીત કુલ રૂા. ૩.૨૦ લાખનો મુદ્દામાલ મળી આવતા બરામત કરી પુછપરછ કરતા ગઈ તા. ૨૨/૦૩ ના રોજ તેના ફુવા પ્રવિણભાઇ પરિવાર સાથે તેના ઘરે રાતના જમવા માટે આવેલ ત્યારે ઘરેથી જમવાનું પાર્સલ લાવવા માટે તેના ફુવાનું એકસેસ સ્કુટર લઈ સ્કુટરમાં તેના ફુવાના ઘરની ચાવી હોવાથી દેવુબાગ, દિપ દર્શન ફ્લેટમાં આવેલ ફ્લેટમાં જઈ તેના ફુવાના દિકરા નિખીલભાઈના રૂમમાં કબાટ ખોલી તેમાંથી સોનાના દાગીનાઓની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જેના પગલે આગળની વધુ તપાસ થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે "વિશ્વ કેન્સર દિવસ" ની ઉજવણી કરાઈ
February 27, 2025 05:09 PMજામનગર : ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
February 27, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech