ઠાકોરજીના વિવિધ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી
સોમવતી અમાસનું હિન્દુ ધર્મ માં ખૂબ જ મહત્વ આંકવામાં આવ્યું છે, દેવભૂમિ દ્વારકા ખાતે અમાસના દિવસે અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.ગઈકાલે ફાગણના અંતિમ દિવસે સોમવતી અમાસે ભાવિકોએ ગોમતીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
યાત્રાધામમાં દ્વારકામાં સોમવતી અમાવસ્યાના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટયા હતા. સોમવાર અને અમાસના પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું બાદ વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વાર તેમજમોક્ષ દ્વારથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા.
સોમવતી અમાસના પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન...! નિહાળવાની પરંપરા અનુસાર વહેલી સવારથી જ હજારો ભાવિકો મંગલા દર્શને ઉમટયા હતા. સવારે શૃંગાર આરતીએ ઠાકોરજીને ગુલાબી વાઘા અને દિવ્ય અલંકાર સાથેના વિશિષ્ટ શૃંગાર વારાદાર પુજારી પરિવાર દ્વારા કરાયા હતા જે દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોને પ્રાપ્ત થયો હતો.
સોમવતી અમાસના પાવન અવસરે યાત્રાધામ દ્વારકામાં આવેલી પાવનકારી ગોમતી નદીમાં હજારો ભાવિકોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન સાથે પુણ્યનુ ભાથું બાંધ્યું હતું. હરિદ્વારમાં ગંગા સ્નાનનું જે રીતે મહત્ત્વ છે તેટલું જ દ્વારકા યાત્રાધામમા પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ છપ્પન સીડી - સ્વર્ગ દ્વારેથી ઠાકોરજીના દર્શન કરવાનું મહાાત્મ્ય હોય આજે વહેલી સવારથી જ ગોમતી ઘાટો પર ભાવિકોની ભીડ જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની ભાગોળે બે મકાનને નિશાન બનાવી રૂા.૪.૮૨ લાખ ઘરેણાની ચોરી
November 26, 2024 03:55 PMમોંઘો વિદેશી દારૂ ભરેલી ઓડી કાર ૧૫ 'પેટી'માં કપાઈ?
November 26, 2024 03:49 PMહળવદ : જુગાર રમતા ઝડપાયેલા ભાજપના બે આગેવાનોને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ
November 26, 2024 03:48 PMચોક્કસ સ્વેટર પહેરવા શાળા દબાણ કરે તો કોંગ્રેસે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યેા
November 26, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech