હનીટ્રેપ (મધજાળ) આ ગુનાખોરી એક અન્ય આર્થિક ગુનાઓ મારફત ધંધો બની ગઈ છે. યુવતી, મહિલા સાથે સંકળાયેલા શખસોની ગેંગ હનીટ્રેપની જાળ પાથરીને મુરગાઓને ફસાવે છે અને જેવો મુરગો એ મુજબની હજારો–લાખોની રકમ ખંખેરી લે છે. મુખ્ય પાત્ર રૂપ માનુનીઓ દ્રારા મધલાળ બનીને મુરગાઓને જાળમાં લઈ શિકાર બનાવવામાં આવે છે. આવા અનેક કિસ્સાઓ છતાં હનીટ્રેપની જાળ સંકેલાતી નથી. જેમાં પોલીસ ફરિયાદો નોંધાઈ છે એથી વધુ નહીં નોંધાતી ફરિયાદોના કિસ્સાઓ હશે. મહિલાની મધલાળમાં આવેલા વ્યકિતઓ ઈજ્જત જવાના કે સમાજમાં બદનામીના ડરે ફરિયાદો નોંધાવતા ખચકાય છે અને આવી અવનવી ગેંગો ઉભરતી રહે છે.
હનીટ્રેપના કિસ્સાઓ સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. હનીટ્રેપ થવાના બનાવો નવા નથી. લાંબા સમયથી આવું બની રહ્યું છે જેથી હનીટ્રેપ બાબતે કોઈ અજાણ હોય તેવું પણ નથી. મહિલા કે યુવતી કે અથવા તો તેની સાથે સંકળાયેલા સાગરીતો કોઈ રીતે જેને જાળમાં ફસાવવાનો હોય તેના મોબાઈલ કે કોન્ટેક નંબર મેળવી લે છે. યુવતી આ નંબર પર મેસેજ કરીને ઈચ્છાધારીને આમંત્રીત કરતી હોય છે. સામે છેડેથી રીસપોન્સ મળે એટલે મેસેજ વાતોનો દોર આગળ વધે છે. રૂબરૂ મળવા માટે આમંત્રીત કરવામાં આવે છે અને જેવા યુવતી અને ફસાયેલો શખસ બન્ને એકાંતમાં ભેગા થાય કે તુર્ત જ ગોઠવેલી જાળ મુજબ હનીટ્રેપ ગેંગના સાગરીતો આવી ચડે છે. કયારેક પતિના નામે તો કયારેક ભાઈ બનીને પરિવારના સભ્યોના નામે કે પછી પોલીસનો સ્વાંગ રચીને ફસાયેેલા વ્યકિતને ધમકાવવામાં આવે છે. હાજરમાં હોય તે રોકડ, ઘરેણા કે આવી વસ્તુઓ લઈને બેંક એકાઉન્ટમાંથી નાણા ટ્રાન્સફર કરાવી લઈ અથવા તો વધુ રકમ પડાવવા કોઈ વચેટીયાને રાખીને કારસા કરાતા હોય છે.
થોડા વખત પુર્વે રાજકોટ કે નજીકના અન્ય યાર્ડના વેપારીઓ કે આવા અન્ય ધંધાર્થીઓ પણ હનીટ્રેપ ગેંગની ઝપટે ચડી ગયા હતા અને ફરિયાદના આધારે પોલીસે આ ગેંગને પકડી પણ હતી. પડધરી પોલીસમાં ગઈકાલે આવી વધુ એક ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે. હવે હનીટ્રેપ ગેંગ દ્રારા જાળમાં ફસાવવા પણ નવા નુસ્ખા અપનાવાતા હોય છે. ગઈકાલે નોંધાવેલી ફરિયાદમાં સેવાભાવી સંસ્થાના નામે યુવકને ફસાવીને મહિલાના સાગરીતોએ ડ્રગ્સના નામે ધમકાવીને યુવકને નાણામાં ખંખેયર્ો હતો. આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે. આમ છતાં જાગૃતિ ઓછી હોય અથવા તો મધલાળની લાલચમાં લપસી જતા હોય કે વિશ્ર્વાસમાં આવી જતા હોય તેમ ફસાઈ જતા હોય છે. જે બનાવો બને છે અને ફરિયાદો નોંધાઈ છે આવા કિસ્સાઓ જાહેર થાય છે તે સાવ નહીંવત જેવા છે. અનેક કિસ્સાઓમાં ફસાયેલા વ્યકિતઓ બદનામીના ડરે ફરિયાદ નોંધાવતા અચકાતા હોવાથી આવી ગેંગ વધુ ફાવતી રહે છે. સમયાંતરે પકડાતી હનીટ્રેપ ગેંગમાં આરોપીઓ પણ બદલાતા રહે છે જેથી પોલીસ માટેે પણ આવી ગેંગોને શોધવી થોડી કપરી બને છે. ફરિયાદ થાય ત્યારે નવી નવી ગેંગો બહાર આવતી રહે છે. સરવાળે તો ચેતતા નર સદા સુખી જેવું છે.
હનીટ્રેપમાં ઘણાં કિસ્સાઓમાં હોમગાર્ડથી લઈ પોલીસની સામેલગીરી
હનીટ્રેપમાં કયાંક કયારેક રક્ષક પણ ભક્ષકની ભુમીકામાં નીકળે છે. રાજકોટ શહેરમાં અગાઉ આવા હનીટ્રેપના કિસ્સાઓમાં પોલીસથી લઈ હોમગાર્ડ કે જીઆરડીના રોલ પણ ખુલ્યા હતા અને ધરપકડ થઈ હતી. હનીટ્રેપમાં આસાનીથી પૈસા મળતા હોય અને સામેવાળો વ્યકિત ઈત જવાના ડરે કોઈને વાત કરતા પણ અચકાતા હોવાથી આવી જાળમાં મુરગાઓને ખંખેરવા માટે હનીટ્રેપ ગેંગના શખસો લાલચુ સુરક્ષા કર્મીઓનો સાથ લેતા હોય છે. સીધી આંગળીથી ઘી (તોડ) ન થાય એટલે સંકળાયેલા પોલીસ કર્મીઓેનો સહારો લઈને મુરગાને બરોબરનો દબાવીને નાણા પડાવવામાં આવે છે. પાંચેય આંગળીઓ સીધી ન હોય તેમ કોઈક કોઈક ગુનેગાર જેવા માનસવાળા પોલીસકર્મી અને ખાસ તો જેઓ માટે નોકરી જાય તો જાય એવો ડર હોતો નથી તેવા કેટલાક લાલચી હોમગાર્ડ અને જીઆરડી ગાર્ડ માટે નાણા કમાવવાનું સાધન પણ બને છે અને આવા ગણ્યા ગાઠયા સુરક્ષા કર્મીઓના કારણે નીતિથી નોકરી કરતા કર્મીઓને પણ સહન કરવું પડે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech