શહેરના શાસ્ત્રીમેદાન નજીકથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહણચોરને ઝડપી લઇ તેની પાસેથી ત્રણ ચોરાઉ વાહન કબજે કર્યા હતા. જે અંગે રાજકોટના પ્ર.નગર અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા,એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.કે.મોવલીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ વિશાલભાઈ દવે, સંજયભાઈ ખાખરીયાને મળેલી બાતમીના આધારે શાસ્ત્રી મેદાન પાસે લીમડા ચોક નજીક ચોરાઉ બાઇક સાથે રીઢા ગુનેગાર રાહુલ ઉર્ફે ટકો અશોકભાઈ વિકાણી (ઉ.વ 23 રહે. હાલ લીમડા ચોક પાસે મૂળ રાતી દેવડી તા. વાંકાનેર)ને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછપરછ કરતા તેણે રાજકોટ શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશન હેઠળ વિસ્તારમાં,આજીડેમ અને મોરબી જિલ્લામાંથી બાઇક ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબજે કર્યા હતા.બાઈક ચોરીમાં ઝડપાયેલા આરોપી રાહુલ ઉર્ફે ટકા સામે અગાઉ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા મોરબીમાં મળી ચોરી વાહન ચોરી સહિતના કુલ ૧૪ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech